મહાકુંભ માટે ગુજરાતથી દોડશે વોલ્વો, સરકારે જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ ટુર
Mahakumbh Mela 2025 : મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દોડાવશે વિશેષ બસ... માત્ર 8100 રૂપિયામાં 4 દિવસની મહાકુંભની યાત્રા કરી શકાશે.... વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત
Trending Photos
Kumbh Mela Tour Package : ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે.
- 8100 રૂપિયામાં વોલ્વો બસમાં મહાકુંભની યાત્રા થશે
- મહાકુંભની 3 રાત્રી-4 દિવસની યાત્રા થશે 8100 રૂપિયામાં
- ત્રણ રાત અને ચાર દિવસની ટ્રીપ રહેશે
- લાબું અંતર હોવાથી રાત્રે એક રોકાણ શિવપુરીમાં કરવામાં આવશે
- 27 જાન્યુઆરીએ ગાંધીનગરથી મહાકુંભ માટે ઉપડશે પ્રથમ બસ
આ ટુર પેકેજ લોન્ચ કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પવિત્ર મહાકુંભના મેળામાં કરોડો લોકો પોતાની આસ્થાની ડુમકી મારવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતનાં તમામ શ્રદ્ધાળુઓ માટે ગુજરાત ટુરિઝમ અને GSRTC એ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતથી રોજ એક હાઇટેક્નિક AC વોલ્વો શરૂ કરવામાં આવી છે. 27 જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતનાં CM યાત્રાળુઓની પહેલી બસની લીલી ઝંડી આપશે.
તેમણે વધુમાં કહ્યું કે, માત્ર 8100 રૂપિયામાં કુંભ જવા માટેની યાત્રાનું આયોજન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. પાર્કિંગથી કુંભના સ્થાન સુધી ખુબ લાબું અંતર છે. તેથી એને ધ્યાનમાં રાખી લોકો બુકીંગ કરાવે. કુંભ રહેવાની વ્યવસ્થા પણ આ જ પેકેજમાં કરવામાં આવી છે. ઓછી કિંમતે લોકો ટ્રાવેલ કરી શકે તે માટે સરકારનું આયોજન છે. ગુજરાત ટુરિઝમે પહેલેથી વ્યવસ્થા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે