Most Horrendous Tax: સ્તન ઢાંકવા માટે બ્રેસ્ટ ટેક્સ અને દાઢી વધારવા પર પણ અહીં લાગતો હતો ટેક્સ!

Weird Taxes: વર્ષ 1705માં રશિયાના રાજા પીટર ધ ગ્રેટે દાઢી પર લગાવી દીધો હતો. જેમણે દાઢી રાખવી હોય તેમને ટેક્સ આપવો પડતો હતો. ટેક્સ આપવા પર તેમને પ્રમાણ તરીકે ટોકન આપવામાં આવતું હતું.

Most Horrendous Tax: સ્તન ઢાંકવા માટે બ્રેસ્ટ ટેક્સ અને દાઢી વધારવા પર પણ અહીં લાગતો હતો ટેક્સ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે જે ઘરમાં રહો છો, તેના માટે નગરપાલિકા કે મહાનગરપાલિકાને ટેક્સ આપવાનો હોય છે. જે જમીન પર તમે મકાન બનાવો છો, તેના માટે તમારે રેવન્યુ વિભાગને ટેક્સ આપવો પડે છે. એક નક્કી મર્યાદા કરતાં વધારે આવક હોય તો તમારે ઈન્કમટેક્સ આપવો પડે છે. તમે જે સામાન ખરીદો છો તેના પર અનેક પ્રકારના ટેક્સ લાગે છે. સેલ ટેક્સ, વેટ, જીએસટી... અને અનેક પ્રકારના ટેક્સ હોય છે. આ તમામ ટેક્સ ઉપર પણ અનેક વખત સરકાર સેસ લગાવે છે. અનેક લોકોના મનમાં ગુસ્સો હોય છે, પરંતુ તમારા દ્વારા આપવામાં આવેલ ટેક્સ વિકાસના કાર્યોમાં લગાવવામાં આવે છે.

જોકે તમે પોતાને નસીબદાર માનો કે તમે આ સદીમાં જીવી રહ્યા છો. એક જમાનામાં એવા-એવા વિચિત્ર ટેક્સ લાગતા હતા. જેમાં અમુક પર તો તમને આશ્વર્ય થશે. તો કેટલાંક ટેક્સ વિશે જાણીને તમારા મનમાં ગુસ્સો પણ આવશે. ત્યારે આવો જાણીએ આવા ટેક્સ વિશે.

1. મકાનમાં બનાવેલી બારી પર ટેક્સ:
સ્કૂપવ્હૂપના રિપોર્ટ પ્રમાણે ઈંગ્લેન્ડે વર્ષ 1696માં બારી પર ટેક્સ લગાવી દીધો હતો. જે લોકોના ઘરમાં બારીઓ વધારે હોય તેમને વધારે ટેક્સ આપવો પડતો. આ ટેક્સ લાગ્યા પછી લોકોએ પોતાના મકાનમાં બારીઓ રાખવાનું બંધ કરવા લાગ્યા. આજે પણ ઈંગ્લેન્ડમાં ઘણા જૂના એવા મકાન જોવા મળે છે. જોકે બારીઓ બંધ થવાથી લોકોને મકાનની અંદર સફોકેશન થવા લાગ્યું અને શ્વાસ સંબંધી મુશ્કેલી થવા લાગી. વર્ષ 1851માં આ ટેક્સને હટાવી દેવામાં આવ્યો.

2. ફૂડ ઓઈલ પર ટેક્સ:
એક જમાનામાં મિસરમાં લોકોને ખાવાનું બનાવવાના તેલ પર પણ ટેક્સ આપવો પડતો હતો. લોકો ટેક્સવાળું તેલ જ ખરીદી શકતા હતા. પ્રશાસન તરફથી ઘરે-ઘરે જઈને આ વાતની તપાસ કરવામાં આવતી હતી કે કોઈ ટેક્સ વિનાના તેલનો ઉપયોગ તો નથી કરતા ને. જોકે શું તમે જાણો છો, આજે પણ તમે પોતાના કિચનમાં જે તેલ ઉપયોગમાં લો છો, તેના પર પણ ટેક્સ લાગે છે.

3. દાઢી વધારવા પર ટેક્સ:
આજે બોલીવુડ-હોલીવુડના કલાકારો, યુવાનો અને અનેક લોકો દાઢી રાખે છે. પરંતુ તેના પર તમારે ટેક્સ આપવો પડે તો? વર્ષ 1705માં રશિયાના રાજા પીટર ધ ગ્રેટે દાઢી પર પણ ટેક્સ લગાવી દીધો હતો. જેમણે દાઢી રાખવી હોય તો તેમણે ટેક્સ આપવો પડતો હતો. ટેક્સ આપવા પર તેમને પ્રમાણ તરીકે ટોકન આપવામાં આવતું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માનવામાં આવતું હતું કે તેની પાછળનો ઉદ્દેશ્ય હતો વધારેમાં વધારે લોકો ક્લીન-શેવ જોવા મળે. પશ્વિમી યૂરોપમાં મોટાભાગના પુરુષ આવી જ રીતે રહેતા હતા.

4. કેનેડામાં ચાઈનીઝ લોકો પર ટેક્સ:
વર્ષ 1885માં કેનેડામાં 'Chinese Head Tax' નામથી એક ટેક્સ બનાવ્યો. આ ટેક્સમાં કેનેડામાં ચાઈનીઝ પ્રવાસીઓના પ્રવેશ પર ટેક્સ લગાવવામાં આવ્યો હતો. વર્ષ 1923માં કેટલાંક એક્સેપ્શનની સાથે ચાઈનીઝ પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.

5. ચિમની પર ટેક્સ:
વર્ષ 1660માં ઈંગ્લેન્ડે ચિમનીઓ પર ટેક્સ લગાવી દીધો હતો. ટેક્સ ન ચૂકવવો પડે એટલા માટે લોકોએ પોતાના ઘરોને ફાયરપ્લેસીસને ઢાંકવાનું શરૂ કરી દીધું હતું. 17મી સદીમાં ઈંગ્લેન્ડમાં ત્યારે વધારે ઠંડી પડતી હતી. જોકે 1689માં આ ટેક્સને ખતમ કરી દીધો.

6. સાબુ પર ટેક્સ:
વર્ષ 1712ની વાત છે. જ્યારે યૂરોપમાં સરકારે સાબુ પર ભારે ટેક્સ લગાવ્યો. તે એટલો વધારે છે કે સાબુ નિર્માતા તેની કાળાબજારી કરવા લાગ્યા. તમને જાણીને આશ્વર્ય થશે કે આ ટેક્સ 141 વર્ષ સુધી રહ્યો. વર્ષ 1835માં આ ટેક્સને દૂર કરવામાં આવ્યો.

7. બ્રેસ્ટ ટેક્સ એટલે સ્તન ઢાંકવાનો ટેક્સ:
આ કોઈ વિદેશની વાત નથી. પરંતુ ભારતમાં જ આ ટેક્સ લગાવવામાં આવતો હતો. 19મી સદીમાં કેરળના ત્રાવણકોરમાં નીચલી જાતિની મહિલાઓ પોતાના સ્તન ઢાંકી શકતી ન હતી. સ્તન ઢાંકવા પર તેમને બ્રેસ્ટ ટેક્સ એટલે સ્તન કર આપવો પડતો હતો. આ ટેક્સ 1924 સુધી ચાલુ રહ્યો. નંગેલી નામની મહિલાએ વિરોધ વ્યક્ત કર્યો. જ્યારે રાજા કે મુંશી ટેક્સ લાવ્યા તો નંગેલીએ પોતાના સ્તન કાપીને સામે રાખી દીધા. જોકે ખૂહ લોહી વહેવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું. તેના આ બલિદાનથી  આ વાત ઘણી ઉપર સુધી પહોંચી અને ટેક્સ હટાવી લીધો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news