UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ્દ, ગડબડીની આશંકા બાદ NTA એ લીધો નિર્ણય
નેશનલ ટેસ્ટિંગ એન્જસીએ 18 જૂન 204ના દેશના વિવિધ શહેરોમાં આયોજીત યુજીસી-નેટ પરીક્ષાને રદ્દ કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ 18 જૂન, 2024ના દેશના વિવિધ શહેરોમાં આયોજીત યુજીસી-નેટ જૂન 2024ની પરીક્ષા રદ્દ કરી છે. એનટીએએ પરીક્ષાને બે શિફ્ટમાં ઓએમઆર (પેન અને પેપર) મોડમાં આયોજીત કરી હતી.
19 જૂન, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીપી) એ પરીક્ષાના સંબંધમાં ગૃહ મંત્રાલયના ભારતીય સાયરબ અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) ની રાષ્ટ્રીય સાયબર ગુના ખતરા વિશ્લેષણ યુનિટથી કેટલાક ઇનપુટ પ્રાપ્ત થયા હતા. આ ઇનપુટ પ્રથમ દ્રષ્ટિએ સંકેત આપે છે કે મંગળવારે આયોજીત પરીક્ષામાં ગડબડ થઈ છે.
"To ensure the highest level of transparency and sanctity of the examination process, the Ministry of Education, Government of India has decided that the UGC-NET June 2024 Examination be cancelled. A fresh examination shall be conducted, for which information shall be shared… pic.twitter.com/tGb9EcaGQz
— ANI (@ANI) June 19, 2024
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે (19 જૂન) UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. એજન્સીને પ્રથમદર્શી સંકેતો મળ્યા છે કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે."
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું- એક નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, તે માટેની જાણકારી હવે આપવામાં આવશે. સાથે આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે