NRC પર મમતા બેનર્જીએ કહ્યું, લોકોને વિભાજિત કરવામાં આવી રહ્યાં છે, તેનાથી દેશમાં ગૃહયુદ્ધ થશે
આસામના નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝનના મુદ્દા પર આજે સંસદમાં ખૂબ હંગામો થયો. હંગામાને કારણે રાજ્યસભાને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવી પડી.
Trending Photos
નવી દિલ્હીઃ આસામના નેશનલ સિટિઝન રજીસ્ટર (એનઆરસી)ના મુદ્દા પર દેશની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. મંગળવારે સંસદના મોનસૂન સત્ર દરમિયાન આ મુદ્દા પર ખૂબ હંગામો થયો. રાજ્યસભામાં તો હંગામાને કારણે ભાજપના અધ્યક્ષ અમિત શાહને પોતાનો પક્ષ ન રાખવા દીધો. તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દા પર સરકારને ઘેરી રહ્યાં છે.
તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ તથા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ એનઆરસીના મુદ્દા પર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં આયોજીત એક કાર્યક્રમમાં 'Love For Neighbour' વિષય પર બોલતા મમદા બેનર્જીએ કહ્યું કે, એનઆરસી ડ્રાફ્ટ લાગૂ કરવાની પાછળ રાજકીય ઈરાદો છે અને તેવું અમે પશ્વિમ બંગાળમાં ક્યારેય થવા દેશું નહીં. તેમણે કહ્યું કે ભાજપ સરકાર આ મુદ્દા પર દેશમાં ભાગ પડાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેનાથી લોકો એકબીજા સાથે લડશે, લોહી-લૂહાણ થશે અને દેશમાં ગૃહયુદ્ધ જેવી હાલત ઉભી થશે.
ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે, તે બંગાળમાં આમ કરવા દેશે નહીં, કારણ કે બંગાળમાં અમે છીએ. તેમણે કહ્યું, મને આશ્ચર્ય છે કે આસામની આ એનઆરસીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદના પરિવારનું પણ નામ છે. તેના પર અમે શું કહી શકીએ, તેવા તમામ લોકો છે જેના પૂર્વજો ભારતમાં રહેતા હતા અને તેનું નામ આ લિસ્ટમાં સામેલ નથી.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને કહ્યું, જો બંગાળી કે કે બિહારી અહીં (પ.બંગાળમાં) ન રહી શકે, દક્ષિણ ભારતીય કહે કે ઉત્તર ભારતીય અહીં ન કરી શકે અને તેજ વાત ઉત્તર ભારતના લોકો દક્ષિણ ભારત માટે કહે, તો તેનાથી દેશમાં શું થશે. આ દેશના રાજ્યોનું શું થશે. પરંતુ આપણે આમ થવા દેવું નથી, કારણ કે આપણે બધા એક છીએ, આપણો દેશ આપણો પરિવાર છે.
મમતા બેનર્જીએ કહ્યું કે માત્ર ચૂંટણી જીતવા માટે લોકોને પીડિત ન કરી શકાય. શું તમને નથી લાગતું કે જે લોકોનું નામ એનઆસરીમાં નથી, તે પોતાની ઓળખનો એક ભાગ ગુમાવી દેશે? તેમણે કહ્યું, તમે તે કેમ નથી સમજતા કે ભાગલા પહેલા ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક હતા, જે પણ માર્ચ 1971 સુધી બાંગ્લાદેશથી ભારતમાં આવ્યા છે તે ભારતીય નાગરિક છે.
તેમણે કહ્યું કે, ભારતમાં એક પરિવર્તનની જરૂર છે અને દુનિયાની ભલાઇ માટે આ પરિવર્તન નિશ્ચિત 2019માં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે