જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં અંધાધૂંધ ફાયરિંગ, RPF ના ASI અને 3 મુસાફરોના મોત

મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર આવી રહ્યા છે. જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહી હતી. મૃતકોમાં એક RPFનો ASI અને 3 મુસાફરો સામેલ છે.

જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં અંધાધૂંધ ફાયરિંગ, RPF ના ASI અને 3 મુસાફરોના મોત

મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર આવી રહ્યા છે. જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહી હતી. મૃતકોમાં એક RPFનો ASI અને 3 મુસાફરો સામેલ છે. RPF ના કોન્સ્ટેબલ ચેતને બધા પર ફાયરિંગ કર્યું. ફાયરિંગની આ ઘટના પાલઘરથી દહિંસર વચ્ચે ઘટી. GRP મુંબઈના જવાનોએ કોન્સ્ટેબલને હાલ અટકાયતમાં લઈ લીધો છે. 

— ANI (@ANI) July 31, 2023

મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનાર RPF જવાનનું નામ ચેતનસિંહ છે. જયપુર મુંબઈ ટ્રેન (જયપુર એક્સપ્રેસ ટ્રેન) ની B-5 બોગીમાં ફાયરિંગ થયું. RPFના ASI અને 3 મુસાફરોના આ ઘટનામાં મૃત્યુ થયા છે. ચાલુ ટ્રેને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સવારે સાડા પાંચ વાગ્યાની આજુબાજુ આ ઘટના ઘટી. ટ્રેનમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. GRP એ આ ઘટનામાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે. 

અચાનક શરૂ કરી દીધુ ફાયરિંગ
ઘટના જયપુર એક્સપ્રેસ (ટ્રેન નંબર 12956) ના કોચ નંબર બી-5માં ઘટી.  ટ્રેનમાં આરપીએફના જવાન અને એએસઆઈ બંને મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ ચેતને એએસઆઈ ટીકારામ પર અચાનક ફાયરિંગ કર્યું. જેના કારણે મુસાફરોમાં હડકંપ મચી ગયો. ડીસીપી વેસ્ટર્ન રેલવે મુંબઈના સંદીપ વીએ એક ખાનગી ચેનલ સાથે મુલાકાતમાં જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નહતી. પરંતુ સવાલ એ છે કે જો માનસિક સ્થિતિ સારી નહતી તો પછી તેને ડ્યૂટી પર તૈનાત કેમ કર્યો હતો?

Visuals from Mumbai Central Railway Station pic.twitter.com/RgNjYOTbMD

— ANI (@ANI) July 31, 2023

પોલીસના નિવેદન મુજબ 31.7.23ના રોજ સવારે 5.23 વાગે ટ્રેન 12956 જયપુર એક્સપ્રેસમાં બી 5માં ફાયરિંગ થયું છે તેવી સૂચના મળી હતી. એસ્કોર્ટ ડ્યૂટીમાં સીટી ચેનલે એસ્કોર્ટ પ્રભારી એએસઆઈ ટીકારામ પર ગોળી ચલાવી. ટ્રેન બોરીવલી રેલવે સ્ટેશન પહોંચી ગઈ અને મળતી માહિતી મુજબ એએસઆઈ ઉપરાંત 3 મુસાફરોને પણ ગોળી વાગી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news