Chandrayaan-3 LIVE Updates: ચંદ્ર પર ભારતનો વાગ્યો ડંકો, રચ્યો ઇતિહાસ, દેશમાં દિવાળી જેવો માહોલ
Chandrayaan 3 Moon Landing LIVE Updates: ભારતનું ચંદ્રયાન-3 તમામ જટિલતાઓને પાર કરીને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર પહોંચ્યું છે. જ્યારે ચંદ્રયાન-3 40 દિવસની સફર પૂર્ણ કરીને ચંદ્ર પર પહોંચ્યું ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. ઈસરોને અભિનંદન આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ક્ષણ માટે સમગ્ર દેશને શુભકામનાઓ પાઠવી હતી. ચંદ્રયાન-3ની 'ઓટોમેટિક લેન્ડિંગ સિક્વન્સ' શરૂ થતાં જ આખી દુનિયાની નજર આ ઐતિહાસિક ક્ષણ પર હતી. જેમાં ભારતને મોટી સફળતા મળી છે. હવે ચંદામામા પણ ભારતની પહોંચથી દૂર રહ્યાં નથી.
Trending Photos
ચંદ્રયાનનું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ
ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 આજે સાંજે 6. 04 વાગે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી દીધું છે. સૌથી પહેલા ઓટોમેટિક લેન્ડિંગ સીક્વેન્સ શરૂ કરાશે. જો કે હજુ લેન્ડર મોડ્યુલના નિર્ધારિત જગ્યા પર પહોંચવાની વાટ જોવાઈ રહી હતી. જેમાં ભારતને મોટી સફળતા મળી છે. પીએમ મોદીએ પણ 140 કરોડ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. દેશભરમાં ફટાકડા ફૂટી રહ્યાં છે. ગુજરાતની સ્કૂલોમાં તો છાત્રોએ ડાન્સ કરીને આ પળને વધાવી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે