'ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરશો તો અમે 2 લાખ રૂપિયા આપીશું' જાણો કોણે કહ્યું?

Karanataka Elections: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. આવામાં નેતાઓ જનતાને પોતાના તરફ ખેંચવા માટે ભાત ભાતના ચૂંટણી વચનો આપવા માંડ્યા છે. આવું જ કઈક આ દિગ્ગજ નેતાએ કહ્યું. વાંચો અહેવાલ...

 'ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરશો તો અમે 2 લાખ રૂપિયા આપીશું' જાણો કોણે કહ્યું?

ચૂંટણીના માહોલમાં મત મેળવવા માટે ચિત્ર વિચિત્ર વચનો અપાઈ રહ્યા છે. જનતાને પોતાના તરફ ખેંચવાની કવાયતમાં નેતાઓ કોઈ પણ વચન સમજ્યા વિચાર્યા વગર આપી રહ્યા છે. કર્ણાટક ચૂંટણીમાં આવું જ કઈક જોવા મળી રહ્યું છે. પૂર્વ સીએમે તો એવું ચૂંટણી વચન આપ્યું કે જેને જાણીને જ દંગ રહી જવાય. 

આ તે કેવું વચન
કર્ણાટક ચૂંટણીમાં મત મેળવવા માટે પૂર્વ મુખ્યમત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે જો કોઈ યુવતી ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરશે તો તેમની પાર્ટી તેને બે લાખ રૂપિયા આપશે. કોલારમાં પંચરથના રેલીને સંબોધતા કુમારસ્વામીએ આવું અટપટું વચન આપ્યું. કુમારસ્વામી રેલીમાં કહેવા માંગતા હતા કે ખેડૂતોના પુત્રોના લગ્નને પ્રોત્સાહન મળવું જોઈએ. સરકારે એવી યુવતીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ. જે ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરશે. 

શું બોલ્યા પૂર્વ મુખ્યમંત્રી
કુમારસ્વામીએ કહ્યું કે મને એક અરજી મળી છે કે જેમાં કહેવાયું છે કે યુવતીઓ ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરતી નથી. ખેડૂતોના બાળકોના લગ્ન માટે સરકારે બે લાખ રૂપિયા યુવતીઓને આપવા જોઈએ. આ પ્રોગ્રામના કારણે આપણે છોકરાઓના સેલ્ફ રિસ્પેક્ટનો બચાવ કરી શકીશું. 

પ્રચારમાં લાગી પાર્ટી
કર્ણાટકમાં 10 મી મેના રોજ ચૂંટણી થવાની છે અને 13મી મેના રોજ પરિણામ આવશે. કોંગ્રેસ, ભાજપથી લઈને કુમારસ્વામીની જેડીએસ સુધીની પાર્ટીઓ પ્રચારમાં લાગી છે. જેડીએસનો ટાર્ગેટ છે કે 224 સીટોમાંથી ઓછામાં ઓછી 124 સીટો તેમણે જીતવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news