Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ નેચરલી ઘટાડવા સવારે ખાલી પેટ શું ખાવું ? આ છે 5 બેસ્ટ વસ્તુઓ

Foods That Lower Bad Cholesterol: કોલેસ્ટ્રોલ આપણા શરીરને નસોમાં રહેલો મીણ જેવો પદાર્થ હોય છે. આપણા શરીરમાં ગુડ અને બેડ એમ 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જો બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો ધમનીઓમાં બ્લોકેજ થવા લાગે છે. શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું હોય તો સવારના સમયે 5 વસ્તુઓ ખાવાથી ફાયદો થઈ શકે છે. આ પાંચ વસ્તુઓ નેચરલી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 

મેથી 

1/6
image

શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સવારે મેથી દાણા ખાઈ શકાય છે. ફાઇબરથી ભરપૂર મેથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. રોજ રાત્રે એક ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળી બીજા દિવસે તેનું સેવન કરવું. 

બદામ 

2/6
image

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સવારે પલાળેલી બદામ પણ ખાઈ શકાય છે. બદામમાં મોનોસચુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે. જે હાઇ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 

ચિયા સીડ્સ

3/6
image

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું હોય તો સવારે ખાલી પેટ ચિયા સીડ્સ પણ ખાઈ શકાય છે. ચિયા સીડ્સને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવા બીજા દિવસે સવારે ખાલી પેટ તેને પી લેવા. 

કિસમિસ 

4/6
image

શરીરમાં વધેલા બેડ કોલેસ્ટ્રોલની ઘટાડવા માટે કિસમિસ પણ ફાયદાકારક છે. કિસમિસ પણ ગુડ કોલેસ્ટ્રોલને વધારીને શરીરને હેલ્થી રાખી શકે છે. કિસમિસને પણ રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ ખાવી જોઈએ. 

અળસીના બી 

5/6
image

સવારે ખાલી પેટ અળસીના બી ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. સવારે ખાલી પેટ એક ચમચી અળસીનો પાવડર હુંફાળા પાણી સાથે લેવો.

6/6
image