COVID-19: કોરોના પર આવ્યા સારા સમાચાર!, સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આપ્યું આ નિવેદન 

દેશભરમાં કડક નિયમો લાગુ થયા હોવા છતાં કોરોના (Corona Virus)  સંક્રમિત દર્દીઓના આંકડા સતત વધી રહ્યાં છે. આ બાજુ સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં એક સારા સમાચારના સંકેત આપ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમા 15 લાખ લોકો કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે. બહુ જલદી સ્થિતિ નિયંત્રણમાં હશે. 

COVID-19: કોરોના પર આવ્યા સારા સમાચાર!, સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આપ્યું આ નિવેદન 

નવી દિલ્હી: દેશભરમાં કડક નિયમો લાગુ થયા હોવા છતાં કોરોના (Corona Virus)  સંક્રમિત દર્દીઓના આંકડા સતત વધી રહ્યાં છે. આ બાજુ સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં એક સારા સમાચારના સંકેત આપ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમા 15 લાખ લોકો કોરોનાથી જંગ જીતી ચૂક્યા છે. બહુ જલદી સ્થિતિ નિયંત્રણમાં હશે. 

મંત્રાલયે જણાવ્યું કે હજુ પણ એવા અનેક રાજ્યો છે જેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જાણકારી આપતા તેમણે આગળ જણાવ્યું કે આ સંક્રમણ હાલ 10 રાજ્યોમાં કેન્દ્રિત છે જે નવા કેસમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો કોરોનાના સૌથી વધુ કેસ આ રાજ્યોમાંથી આવે છે. સ્થિતિને જલદી કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. 

— ANI (@ANI) August 10, 2020

અત્રે જણાવવાનું કે દેશભરમાં કોરોનાના કુલ કેસ 21 લાખ પાર ગયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકો સારવાર બાદ ઠીક થયા છે. જ્યારે 43 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારત સરકારની તમામ કોશિશો છતાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ રવિવારે કોવિડ-19ના 12,248 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે રાજ્યમાં આ ઘાતક વાયરસથી  અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 5,15,332 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે એક દિવસમાં આવનારા કેસની આ સૌથી વધુ સંખ્યા છે. આ ઉપરાંત 390 લોકોએ આ બીમારીથી પીડાઈને દમ તોડ્યો છે. અહીં મહામારીથી મરનારા લોકોની કુલ સંખ્યા વધીને હવે 17,757 પર પહોંચી ગઈ છે. 

જુઓ LIVE TV

આ બાજુ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 5,985 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 107 લોકોના મોત થયા છે. ત્યારબાદ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 1.78 લાખ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં આ મહામારીની ચપેટમાં આવનારા લોકોમાંથી 93,908 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે હાલમાં 80,973 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 678 આઈસીયુમાં દાખલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news