IMD Rainfall Alert: આગામી પાંચ દિવસ સુધી થશે વરસાદ, તોફાનની પણ ચેતવણી, કરાં પણ પડશે
ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી બિમાલયી ક્ષેત્રમાં છુટોછવાયો વરસાદ પડતો રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ IMD Rainfall Alert, Weather Update, Delhi UP Weather Forecast 26 March: છેલ્લા કેટલાક દિવસોથી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ અને કરા પડી રહ્યા છે. જોકે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદથી રાહત મળી છે, પરંતુ છૂટોછવાયો વરસાદ હજુ પણ ચાલુ છે. હવામાન વિભાગે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 માર્ચથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ/વાવાઝોડાનો નવો રાઉન્ડ આવશે. ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં આગામી બે દિવસ કરા, વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરી પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બંસ સાઇક્લોનિક સર્કુલેશનની જેમ બનેલું છે. આ સિવાય એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બેંસ 29 માર્ચની રાત્રે આવવાનું છે, જેના કારણે ઘણી જગ્યાએ હવામાનમાં પલટો જોવા મળશે.
પાંચ દિવસ સુધી આ વિસ્તારમાં પડશે વરસાદ
ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે કહ્યું કે, આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમી હિમાલયી ક્ષેત્રમાં છુટાછવાયા સ્થળો પર વરસાદ થશે. તો 29 અને 30 માર્ચે ભારે વરસાદ અને કરા પડવાની આશંકા છે. મેદાની વિસ્તારની વાત કરીએ તો 30 માર્ચે હળવો વરસાદ અને તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય ભારતની વાત કરીએ તો છત્તીસગઢ, વિદર્ભ, મધ્ય પ્રદેશમાં 29 અને 30 માર્ચે વરસાદ થવાનો છે. દક્ષિણ ભારતના સમુદ્ર આંધ્ર પ્રદેશ, તેલંગણા, રાયલસીમા, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરલમાં 26-29 માર્ચના વરસાદ અને ભારે પવન ફુંકાઈ શકે છે.
નોર્થઈસ્ટમાં ચાર દિવસ સુધી વરસાદનું એલર્ટ
નોર્થઈસ્ટ રાજ્યોની વાત કરીએ તો 26-29 માર્ચ દરમિયાન આ વિસ્તારમાં વરસાદ, વીજળી થવી અને ભારે પવન ફુંકાવાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલયમાં 26 અને 27 માર્ચે વરસાદની સંભાવના છે. બિહાર-ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 26-28 માર્ચ વચ્ચે મધ્યમ વરસાદ અને આંધી તોફાન જોવા મળશે.
વાવાઝોડું, જોરદાર પવન અને કરાનું એલર્ટ
હવામાન વિભાગે જણાવ્યું કે 26 માર્ચે ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ, 27 માર્ચે છત્તીસગઢ અને ઓડિશા તથા 30 માર્ચે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને કરાં પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે