મમતા માટે પ્રચાર કરનારા બાંગ્લાદેશી સુપરસ્ટારને ગૃહમંત્રાલયે કર્યો 'બ્લેકલિસ્ટ'
બાંગ્લાદેશના અભિનેતા ફિરદોસ અહેમદે તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયાલાલ અગ્રવાલના સમર્થનમાં સોમવારે ચૂંટણી પ્રચાર રેલીમાં ભાગ લીધો હતો
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકાર માટે ચૂંટણી પ્રચાર કરવો બાંગ્લાદેશના અભિનેતા ફિરદોસ અહેમદને ભારે પડી ગયું છે. ગૃહમંત્રાલયે બ્યૂરો ઓફ ઈમિગ્રેશન પાસેથી રિપોર્ટ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા બાંગ્લાદેશના અભિનેતાનો બિઝનેસ વિઝા રદ્દ કરી નાખ્યો છે. તેની સાથે જ ગૃહમંત્રાલયે ફિરદોસને તાત્કાલિક ભારત છોડી દેવાની નોટિસ પણ ફટકારી છે. આ ઉપરાંત ભવિષ્ય માટે તેને બ્લેકલિસ્ટમાં મુકી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના અભિનેતા ફિરદૌસ અહેમદે રાજગંજ બેઠક પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયાલાલ અગ્રવાલના સમર્થનમાં યોજાયેલા ચૂંટણી પ્રચારમાં કથીત રીતે ભાગ લીધો હતો. બાંગ્લાદેશના આ ફિલ્મ અભિનેતાએ ભારત-બાંગ્લાદેશની સરહદ નજીક હેમતાબાદ અને કરાંદિધીમાં કન્હૈયાલાલ અગ્રવાલના સમર્થમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં વોટ માગતા જોવા મળ્યા છે.
બાંગ્લાદેશી અભિનેતા ફિરદોસ અહેમદ બિઝનેસ વિઝા પર ભારત આવતા રહે છે. ભારતના ગૃહમંત્રાલયે મંગળવારે કોલકાતાના વિદેશી ક્ષેત્રીય નોંધણી અધિકારી પાસે આ અંગે વિગતવાર માહિતી માગવામાં આવી છે કે, શું બાંગ્લાદેશના ફિલ્મસ્ટાર અહેમદે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કથીત રીતે ભાગ લઈને વિઝાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં? તેના રિપોર્ટના આધારે બાંગ્લાદેશી અભિનેતા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે