ભર ઉનાળે ત્રિપૂરામાં આવ્યું પૂર, 1 હજારથી વધુ ઘરને નુકસાન, અસંખ્ય લોકોને અસર

રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના એક રિપોર્ટ મુજબ રાહત શિબિરોમાં આશરો લેનારા 739 લોકોમાંથી 358 ઉનાકોટી જિલ્લાના અને 381 ઉત્તર ત્રિપુરા જિલ્લાના છે 
 

ભર ઉનાળે ત્રિપૂરામાં આવ્યું પૂર, 1 હજારથી વધુ ઘરને નુકસાન, અસંખ્ય લોકોને અસર

અગરતલાઃ ત્રિપુરામાં વરસાદ અને આંધીના કારણે ભારે વિનાશ સર્જાયો છે. શુક્રવારે આવેલી આંધી અને તેની સાથે આવેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 750થી વધુ લોકોને તાત્કાલિક ધોરણે રાહત શિબિરમાં ખસેડવા પડ્યા છે. જોકે, કોઈ જાનહાનીના સમાચાર નથી. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટાના પ્રમુખ સરત દાસે જણાવ્યું કે, "ઉત્તર ત્રિપુરા, ઉનાકોટી અને ધલાઈ જિલ્લા પ્રભાવિત થયા છે."

લોકોને રાહત શિબિરમાં ખસેડવા પડ્યા
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના એક રિપોર્ટ મુજબ રાદ શિબિરોમાં આશરો લેનારા લોકોમાંથી 739 લોકોમાંથી 358 ઉનાકોટી જિલ્લાના અને 381 વ્યક્તિ ઉત્તર ત્રિપુરા જિલ્લાના છે. ભારે વરસાદના કારણે 1,039 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના મહેસુલ વિભાગના જણાવ્યા અનુસાર પ્રભાવિત વિસ્તારમાં 40 હોડીને રાહત-બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે. 

NDRFની ટીમો રાહત કાર્યમાં જોડાઈ
સરત દાસે જણાવ્યું કે, "એનટીઆરએફન અને ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સની ટીમોને રાહત અભિયાનમાં જોડાઈ છે." ઉનકોટી જિલ્લામાં શનિવારે બપોરે મનુ નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. 

આજે પણ વરસાદની સંભાવના છે 
હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી કે, રાજ્યમાં રવિવારે વરસાદ અને આંધીની અસર ચાલુ રહેશે. હવામાન વિભાગના અનુસાર રવિવારે પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news