Hariyana: સ્કૂલ હોસ્ટેલમાં કોરોના વિસ્ફોટ, એક સાથે 54 વિદ્યાર્થીઓ COVID 19 થી સંક્રમિત

હરિયાણાની એક શાળાની હોસ્ટેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. હોસ્ટેલના 54 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

Hariyana: સ્કૂલ હોસ્ટેલમાં કોરોના વિસ્ફોટ, એક સાથે 54 વિદ્યાર્થીઓ COVID 19 થી સંક્રમિત

કરનાલઃ હરિયાણાના કરનાલ (Karnal) માં એક શાળાની હોસ્ટેલમાં રહેતા 54 વિદ્યાર્થીઓ કોરોનાથી (Corona vrisu) સંક્રમિત થયા છે. કરનાલના સિવિલ સેવા સર્જન યોગેશ કુમાર શર્માએ કહ્યુ કે, અમારી ટીમે હોસ્ટેલનો પ્રવાસ કર્યો છે. હોસ્ટેલને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં શરતોની સાથે શાળા અને કોલેજ શરૂ કરી દેવામાં આવ્યા છે. 

હરિયાણા સરકારના એક પ્રવક્તા પ્રમાણે, સ્કૂલને ત્રણ વિભાગોમાં વિભાજીત કરી છે. જો કોઈ વિંગમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવે છે તો તે વિંગને 10 દિવસ બંધ કરી દેવામાં આવશે અને સ્કૂલને સેનેટાઇઝ કરવામાં આવશે. જો વિદ્યાર્થીઓ એકથી વધુ વિંગમાં પોઝિટિવ આવે છે તો શાળાને 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવશે. 

— ANI (@ANI) March 2, 2021

મહત્વનું છે કે હરિયાણામાં પાછલા કેટલાક દિવસમાં કોરોનાના મામલામાં વધારો થયો છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે કહ્યુ કે, અમે હરિયાણા પર નજર રાખી રહ્યાં છીએ. 

તેમણે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોવિડ-19 ના એક્ટિવ કેસમાં વધારો થયો છે, પરંતુ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ બે ટકાથી પણ ઓછા છે. સંક્રમિત થયેલા 97 ટકાથી વધુ લોકો સાજા થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news