ગુજરાત સહિત દેશમાં ચોમાસાને લઈ માઠા સમાચાર: આ વર્ષે અલ-નીનોની અસરથી સમગ્ર દેશમાં દુકાળનો ખતરો!

Monsoon 2023 Prediction: ભારત માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પર અલ નીનોથી પ્રતિકૂળ અસર થઈ શકે છે. જેના કારણે દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી શકે છે.

 ગુજરાત સહિત દેશમાં ચોમાસાને લઈ માઠા સમાચાર: આ વર્ષે અલ-નીનોની અસરથી સમગ્ર દેશમાં દુકાળનો ખતરો!

Monsoon 2023: આ વખતે ચોમાસા પર મોસમી અસર અલ નીનોનો ખતરો મંડરાઈ રહ્યો છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને મોટા ભાગના ખેડૂતો વરસાદ પર નિર્ભર રાખે છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે અને વરસાદ પર નભે છે. અલ નીનોના ખતરાના કારણે સામાન્ય કરતા ઘણો ઓછો વરસાદ થાય છે અને ગુજરાત સહિત દેશને દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે. 

તેમજ વધુ પડતા હવામાનને કારણે પાકને માઠી અસર થશે. ઓછી ઉપજને કારણે મોંઘવારી વધશે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટી ગરમ થાય છે ત્યારે અલ નીનોની અસર જોવા મળે છે. તેની અસર દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર પડે છે. NOAA એટલે કે રાષ્ટ્રીય મહાસાગરીય અને વાયુમંડળીય પ્રશાસને આગાહી કરી છે કે અલ નીનોની અસર મે-જુલાઈ વચ્ચે પાછી ફરી શકે છે. નિષ્ણાતો કહે છે કે આ સમયગાળો ઉનાળો અને ચોમાસાની ઋતુને જોડે છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહે છે.

ગુજરાતમાં અરબ સાગર પરથી વાતા નૈઋત્યના મોસમી પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે. વળી, ગુજરાતના આ ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી. તેથી આ પવનોમાં રહેલા ભેજનું ધનીભવન થવાની શક્તયા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે.

મેરીલેન્ડ યુનિવર્સિટીના માનદ પ્રોફેસર અને વૈજ્ઞાનિક રઘુ મુરતુગુડ્ડેએ સમજાવ્યું કે જ્યારે મોસમી અસર લા નીના હોય છે, ત્યારે ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગર ગરમીને શોષી લે છે અને પાણીનું તાપમાન વધે છે. અલ નીનોના પ્રભાવ દરમિયાન આ ગરમ પાણી પશ્ચિમ પેસિફિકથી પૂર્વ પેસિફિક તરફ વહે છે. લા નીનાના સળંગ ત્રણ સમયગાળાનો અર્થ એ છે કે ગરમ પાણીની માત્રા તેની ટોચ પર છે. આવી સ્થિતિમાં અલ નીનોની અસર પાછી આવવાની તમામ શક્યતાઓ છે. વસંતઋતુથી આના સંકેતો જોવા મળે છે.

અલ નીનોને કારણે પડે છે દુષ્કાળ 
વૈજ્ઞાનિક મુર્તુગુડ્ડેના જણાવ્યા અનુસાર ગરમીમાં અલ નીનોની અસરના કારણે વરસાદ ઓછો પડે છે, પરંતુ આ નક્કી નથી, કારણ કે 1997માં તાકતવાર અલ નીનોની અસર હોવા છતાં 1997માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે 2004માં નબળા અલ નીનો હોવા છતાં ગંભીર દુષ્કાળ પડ્યો હતો. સ્કાયમેટ વેધરના હવામાન વિભાગના વડા જી. પી.શર્માએ કહ્યું કે અલ નીનોની આગાહી નવ મહિના માટે હોય છે. અલ નીનો વર્ષ દરમિયાન દેશમાં દુષ્કાળની 60% શક્યતા છે. આ સમયગાળા દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના 30% છે.

આ વર્ષે એક્સટ્રીમ વેધરની આ વાત અહીં પૂરી નહીં થાય. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે લા નીનાની જેમ હવે અલ નીનોની પણ અસર થશે. પરિણામે ૨૦૨૩નું વર્ષ ગરમીના જૂના રેકોર્ડ તોડે તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. કાતિલ શિયાળો પૂરો કરો, આકરો ઉનાળો આપણી રાહ જોઈ રહ્યો છે!

દુનિયાના ઘણાં દેશોમાં આ પેટર્નની અસર થાય છે. ક્યારેક અસહ્ય ઠંડી, ક્યારેક આકરી ગરમી, ક્યારેક ધોધમાર વરસાદના સ્વરૂપે આ પેટર્ન તેની હાજરી દેખાડે છે. ક્લાઈમેટ ચેન્જની વરવી અસરો થવા માંડી છે એટલે આમેય વાતાવરણ બદલાવા લાગ્યું છે. ઋતુચક્રમાં મોટા પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. જાન્યુઆરી માસમાં ઉત્તર ભારતમાં ઠંડીના બધા જ રેકોર્ડ તૂટયા એ પાછળ ક્લાઈમેટની આ બંને પેટર્ન જવાબદાર છે. 

તે ઉપરાંત ક્લાઈમેટ ચેન્જની અસરો તો ખરી જ. ભારતમાં આ વર્ષે જાન્યુઆરી મહિનો પાંચ દશકામાં ચોથો સૌથી ઠંડો જાન્યુઆરી રહ્યો અને છેલ્લાં ૩૦ વર્ષના બધા જ રેકોર્ડ તૂટી ગયા. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો શૂન્ય નજીક પહોંચ્યો એ પણ નવો રેકોર્ડ બન્યો. મેદાની પ્રદેશોમાં એવો વાયરો ફૂંકાયો કે તાપણાં ય આ વર્ષે બેઅસર બની ગયા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news