Mumbai: વેક્સીનના બંને ડોઝ લીધા બાદ પણ Corona ના આ Variant થી મહિલાનું મોત
મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટે (Coronavirus Delta Plus Variant) તબાહી મચાવવાનું શરૂ કર્યું છે અને રાજધાની મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે પ્રથમ મોત (First death due to Delta Plus variant) નોંધાયું છે
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટે (Coronavirus Delta Plus Variant) તબાહી મચાવવાનું શરૂ કર્યું છે અને રાજધાની મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે પ્રથમ મોત (First death due to Delta Plus variant) નોંધાયું છે. મુંબઇની મહિલાનું 27 જુલાઈના રોજ મોત થયું હતું અને તેના નમૂનાના જીનોમ સિક્વન્સિંગના પરિણામો બુધવારે આવ્યા હતા, જે મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોતની પુષ્ટિ કરે છે. તે સાત દર્દીઓમાંની એક હતી જેમાં કોવિડ-19 નો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે.
ડેલ્ટા વેરિએન્ટથી 63 વર્ષીય મહિલાનું મોત
63 વર્ષીય મહિલાનું 27 જુલાઈના રોજ અવસાન થયું હતું. હવે તેના સંપર્કમાં આવેલા અન્ય બે લોકો પણ કોરોના વાયરસ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી (Coronavirus Delta Plus Variant) સંક્રમિત મળી આવ્યા છે. બીએમસીના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારે જણાવ્યું કે, 63 વર્ષીય દર્દીના ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત થયા બાદ મોત થયું હતું. અમે તેના નજીકના સંપર્કો શોધી કાઢ્યા, જેમાંથી છ લોકો કોવિડ-19 થી સંક્રમિત મળી આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી 2 માં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળી આવ્યા છે.
આ પણ વાંચો:- Vehicle Scrappage Policy શું છે? સ્ક્રેપથી શું થશે ફાયદો? કયા વાહનો માટે છે ખાસ આ પોલિસી
વેક્સીનના બંને ડોઝ લીધા હતા મહિલાએ
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, મહિલાને 21 જુલાઈના રોજ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી (Delta Plus Variant) સંક્રમિત થઈ હતી અને 27 જુલાઈએ તેનું મોત થયું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે મહિલાએ કોરોના રસીના (Corona Vaccine) બંને ડોઝ લીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મહિલાને ડાયાબિટીસ, ઇન્ટર્સ્ટિશલ ફેફસા અને અવરોધક વાયુમાર્ગ સહિત અનેક રોગો હતા. મહિલાને 24 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે ઓક્સિજન સપોર્ટ પર હતી.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી બીજું મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને (Coronavirus Delta Plus Variant) કારણે આ બીજું મોત છે. અગાઉ 13 જૂનના રોજ રત્નાગિરી (Ratnagiri) જિલ્લામાં 80 વર્ષીય મહિલાનું કોવિડ-19 ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે