અમૃતસરની હોસ્પિટલમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, 650 લોકોને સુરક્ષિત બહાર કઢાયા
પંજાબના અમૃતસરની ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં શનિવારે બપોરે આગ લાગી હતી. હોસ્પિટલમાંથી 650 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
Trending Photos
અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં આવેલી ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં શનિવારે ભીષણ આગ લાગી છે. જાણકારી પ્રમાણે ઓપીડીની પાસે એક મોટો વિસ્ફોટ થયો ત્યારબાદ ઇમારતમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે દૂર સુધી ધૂમાડો જોવા મળી રહ્યો છે. આ આગની લપેટમાં ત્વચા અને કાર્ડિયોલોજી વોર્ડ પણ આપી ગયા હતા.
650 લોકોને બચાવાયા
ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘણી મુશ્કેલી બાદ આગ પર કાબુ મેળવી શકાયો છે. આગને કારણે હોસ્પિટલમાં ઘણુ નુકસાન થયું છે. રાહતની વાત છે કે આ દુર્ઘટનામાં કોઈના મૃત્યુ થયા નથી. સમય રહેતા હોસ્પિટલમાંથી 650 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
#UPDATE | Fire Officer Lovepreet Singh said, "Initially, the fire broke out in the transformers. Eight fire tenders reached on spot. The fire is under control. No injuries reported." pic.twitter.com/rknZg0qyvB
— ANI (@ANI) May 14, 2022
વિસ્ફોટ બાદ લાગી આગ
હોસ્પિટલના સ્ટાફે દર્દીઓને તત્કાલ સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. હોસ્પિટલના અધિકારીઓએ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, ઓપીડી પાસે લાગેલા બે વીજળી ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો, ત્યારબાદ હોસ્પિટલમાં આગ લાગી હતી.
તેમણે કહ્યું કે, આગને કારણે કોઈ દર્દીના મોત થયા નથી, ન કોઈને ઈજા પહોંચી છે. દરેક ટ્રાન્સફોર્મરમાં લગભગ એક હજાર લીટર તેલ હતું જે ભારે ગરમીને કારણે આગ પડકી શકતુ હતું. તેમણે કહ્યું કે, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે