Money Laundering Case: Anil Deshmukh વિરૂદ્ધ ED ની મોટી કાર્યવાહી, જપ્ત કરી આટલા કરોડની સંપત્તિ

ઇડીએ  IPC ની કલમ 120-B, 1860 અને PM અધિનિયમ 1988 ની કલમ 7 હેઠળ સીબીઆઇ, નવી દિલ્હી દ્વારા અનિલ દેશમુખ અને અન્ય વિરૂદ્ધ અયોગ્ય અને ખોટી રીતે લાભ પ્રાપ્ત કરવાના કેસમાં દાખલ ફરિયાદના આધારે મની લોન્ડ્રીંગની તપાસ શરૂ કરી છે.

Money Laundering Case: Anil Deshmukh વિરૂદ્ધ ED ની મોટી કાર્યવાહી, જપ્ત કરી આટલા કરોડની સંપત્તિ

નવી દિલ્હી: ઇડી (ED) એ PMLA હેઠળ અનિલ દેશમુખ, તેમની પત્ની આરતી દેશમુખ અને કંપની પ્રીમિયર પોર્ટ લિંક્સ પ્રાઇવેટ લિમિટેડની 4.20 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપથી જપ્ત કરી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં એક વર્લી, મુંબઇમાં એક રેસિડેન્શિયલ ફ્લેટ છે, જેની કિંમત 1.54 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત Premier Port links PVT LTD ના નામ પર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં 2.67 કરોડ રૂપિયાની કિંમતની 25 જમીનના ટુકડા છે. 

આ મામલે થઇ છે કાર્યવાહી
ઇડીએ  IPC ની કલમ 120-B, 1860 અને PM અધિનિયમ 1988 ની કલમ 7 હેઠળ સીબીઆઇ, નવી દિલ્હી દ્વારા અનિલ દેશમુખ અને અન્ય વિરૂદ્ધ અયોગ્ય અને ખોટી રીતે લાભ પ્રાપ્ત કરવાના કેસમાં દાખલ ફરિયાદના આધારે મની લોન્ડ્રીંગની તપાસ શરૂ કરી છે. મુંબઇમાં તમામ બાર, રેસ્ટોરેન્ટ અને અન્ય પ્રતિષ્ઠાનો પરથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીના કેસમાં દેશમુખની મુશ્કેલીઓ પહેલાં કરતાં વધી ગઇ છે. PMLA તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે અનિલ દેશમુખે મહારાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રીના રૂપમાં કાર્ય કરતાં, ખોટી રીતે મુંબઇ પોલીસના તત્કાલિન સહાયક પોલીસ ઇંસ્પેક્ટર સચિન વઝેના માધ્યમથી તમામ ઓર્કેસ્ટ્રા બાર માહિલો પાસેથી લગભગ 4.70 કરોડ રૂપિયા કેશ લાંચ તરીકે લીધા હતા. 

મની લોન્ડ્રીંગ દ્વારા ટ્રસ્ટમાં પૈસા
આ ઉપરાંત દિલ્હી સ્થિત ડમી કંપનીઓની મદદ દેશમુખ પરિવારે 4.18 કરોડ શ્રી સાંઇ શિક્ષણ સંસ્થાના નામે ટ્રસ્ટમાં લેવામાં આવ્યા અને પછી પોતાની કંપનીમાં ટ્રાંસફર કરવામાં આવ્યા. તપાસમાં આગળ જાણવા મળ્યું કે મુંબઇના વર્લી સ્થિત ફ્લેટ અનિલ દેશમુખની પત્ની આરતી દેશમુખના નામે રજિસ્ટર્ડ છે. આ ફ્લેટની ચૂકવણી સન 2004માં કેશ કરવામાં આવી હતી. જોકે તેની રજિસ્ટ્રી ફેબ્રુઆરી 2020માં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનિલ દેશમુખ મહારાષ્ટ્રના રાજ્યના ગૃહમંત્રી હતા. 

સામાન્ય રકમ આપીને કંપનીની અડધી ઓનરશિપ
આ ઉપરાંત દેશમુખ પરિવારે મેસર્સ પ્રીમિયર પોર્ટ લિંક્સ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા સામિત્વ પ્રાંત કરી લીધું છે. આ ફર્મની સંપત્તિમાં જમીન, દુકાનો વગેરેની કિંમત લગભગ 5.34 કરોડ રૂપિયા છે પરંતુ દેશમુખ ફેમિલને માત્ર 17.95 લાખ રૂપિયા ચૂકવણી કરતાં જ કંપનીની 50 ટકા ઓનરશિપ લઇ લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news