ભાજપના આ 3 મંત્રીઓ અચાનક સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, જાણો કેમ?
મોદી સરકારના 3 મંત્રીઓ શુક્રવારે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારના 3 મંત્રીઓ શુક્રવારે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. સોનિયા ગાંધીને મળનારા મંત્રીઓમાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂનરામ મેઘવાલા અને કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સામેલ હતાં.
એવું માનવામાં આવી રહ્યું છે કે 17 જૂનથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર પણ તેમણે ચર્ચા કરી. 17મી લોકસભાનું પહેલું સત્ર 26 જુલાઈના રોજ સમાપ્ત થશે અને બજેટ પાંચમી જુલાઈ રજુ થશે. સૂત્રોએ જણાવ્યું કે જોશીનું સોનિયા ગાંધીના નિવાસસ્થાન પર જવું એ વિપક્ષ સાથે તાલમેળ બેસાડવાની સરકારની કવાયતનો ભાગ છે. આ બેઠક લગભગ 15 મિનિટ ચાલી.
જુઓ LIVE TV
જોશીએ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ અને લોકસભામાં દ્રમુકના નેતા ટી આર બાલુ સાથે પણ મુલાકાત કરી. સરકાર બજેટ રજુ કરવા ઉપરાંત ત્રિપલ તલાક પર પ્રતિબંધ સહિત 10 નવા અધ્યાદેશોને કાયદામાં બદલવાની યોજના ઘડી રહી છે. પહેલા બે દિવસ નવા સાંસદો શપથગ્રહણ કરશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 19 જૂનના રોજ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને સદનના સંયુક્ત સત્રને 20મી જૂનના રોજ સંબોધશે.
સંસદ સત્ર અગાઉ શિવસેના પ્રમુખ પોતાના સાંસદો સાથે અયોધ્યાનો પ્રવાસ કરશે
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પાર્ટીના તમામ 18 લોકસભા સાંસદો સાથે સંસદના આગામી સત્ર શરૂ થતા અગાઉ અયોધ્યાની મુલાકાત કરશે. પાર્ટી સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. ઠાકરેએ ગત વર્ષ નવેમ્બરમાં અયોધ્યાની મુલાકાત લીધી હતી અને 2019ની લોકસભા ચૂંટણી અગાઉ વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવાની માગણી કરી હતી. તે સમયે શિવસેનાના પોતાના સહયોગ પક્ષ ભાજપ સાથે તણાવ હતો. ત્યારબાદ જો કે શિવસેનાએ લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કરી લીધુ પરંતુ કહ્યું કે રામ મંદિર તેમના માટે એક મહત્વનો મુદ્દો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે