રક્ષા મંત્રી નિર્મલા સીતારામન ફ્રાન્સ માટે રવાના, રાફેલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની લઇ શકે છે મુલાકાત

ફ્રાન્સીસી એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશનથી 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી મુદ્દા પર ઉભા થેયલા વિવાદ વચ્ચે સીતારામન ફ્રાન્સની યાત્રા પર ગયા છે.

રક્ષા મંત્રી નિર્મલા સીતારામન ફ્રાન્સ માટે રવાના, રાફેલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની લઇ શકે છે મુલાકાત

નવી દિલ્હી: રક્ષા મંત્રી નિર્મલા સીતારામન બુધવાર રાત્રે ત્રણ દિવસીય યાત્રા પર ફ્રાન્સ જવા રનવા થયા છે. ફ્રાન્સીસી એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશનથી 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી મુદ્દા પર ઉભા થેયલા વિવાદ વચ્ચે સીતારામન ફ્રાન્સની યાત્રા પર ગયા છે.

સત્તાવાર સુત્રોએ જણાવ્યુ હતું કે સીતારામન પોતાની ફ્રાસીસી સમકક્ષ ફ્લોરેન્સ પાર્લીની સાથે વ્યાપક વાર્તા કરી બન્ને દેશોની વચ્ચે રાજકિય સહયોગ વધારવા અને મ્યુચ્યુઅલ હિતોના પ્રમુખ ક્ષેત્રીય તેમજ વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરશે.

તેમણે કહ્યું હતું કે સીતારામન 58 હજાર કરોડ રૂપિયાના કરાર અંતર્ગત દસોલ્ટ દ્વારા ભારતીય વાયુસેનાને 36 રાફલ લડાકુ વિમાનોના પુરવઠાની સ્થિતિની તપાસ કરશે. એવા સંકેત મળી રહ્યાં છે કે રક્ષા મંત્રી આ એકમની પણ મુલાકાત પણ લઇ શકે છે જ્યાં રાફેલ વિમાનો બનાવવામાં આવે છે.

રક્ષા મંત્રી સીતારામન અને પાર્લી બન્ને દેશો દ્વારા સૈન્ય પ્લેટફોર્મ અને હથિયારોના સંયુક્ત ઉત્પાદન પર પણ ચર્ચા કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ફ્રાન્સ 36 રાફેલ વિમાનનો બીજો કન્સાઇનમેન્ટ ભારતને વેચવા માટે ભારત સાથે વાતચીત શરૂ કરવા માંગી રહ્યા છે. પરંતુ ભારત તેના માટે તૈયાર દેખાઇ રહ્યું નથી.

એપ્રીલમાં ભારતીય વાયુસેનાને 114 લડાકુ વિમાનોની મોટી ખરીદી પ્રક્રિયા શરૂ કરી હતી અને દસોલ્ટ એવિએશન આ કરાર માટે મુખ્ય દાવેદારોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news