27 લાખ કરોડની સંપત્તિ, એરલાઈન, સોનાનો મહેલ... PM મોદીએ જેના માટે પ્રોટોકોલ તોડ્યો તે કોણ છે શખ્સ?

Qatar Amir Al Thani Net Worth: કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની 10 વર્ષ બાદ ભારતની મુલાકાતે આવ્યા છે. તેમની બે દિવસીય ભારત મુલાકાતને બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અલ-થાની વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારત પહોંચ્યા છે.

1/10
image

વડાપ્રધાન મોદીએ તેમના સ્વાગત માટે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પહોંચીને તેમનું સ્વાગત કર્યું હતું. અલ-થાની વિશ્વના સૌથી ધનિક દેશોના નેતા છે. તેની સંપત્તિના આંકડા સાંભળીને તમે ખરેખર આશ્ચર્યચકિત થઈ જશો. અલ-થાની 3000 કરોડ રૂપિયાની યોટ, 100 રૂમનો સોનાનો મહેલ અને 500 ગાડીઓના પાર્કિંગ સહિત અઢળક સંપત્તિનો માલિક છે.

2/10
image

વડાપ્રધાન મોદીએ જે રીતે શેખ તમીમ બિન હમદ અલ થાનીનું સ્વાગત કર્યું, તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બન્ને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત અનેક મહાનુભાવોની મુલાકાત કરી શકે છે. તેઓ 2015માં પ્રથમ વખત ભારત આવ્યા હતા.

3/10
image

આ પછી તેઓ બીજી વખત ભારતની મુલાકાતે આવ્યા છે. આ વખતની મુલાકાતમાં વેપાર, ઉર્જા, ટેક્નોલોજી અને રોકાણમાં સહયોગને મજબૂત કરવા પર ચર્ચા સામેલ છે. વિદેશ મંત્રાલયે બન્ને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પર ફોકસ કરતા કહ્યું કે, તેમના સંબંધો 'મિત્રતા, વિશ્વાસ અને પરસ્પર સન્માન' પર આધારિત છે.

4/10
image

શેખ તમીમનો જન્મ 1980માં થયો હતો અને તેમણે લંડનની હેરો સ્કૂલ અને રોયલ મિલિટરી એકેડમી સેન્ડહર્સ્ટમાં અભ્યાસ કર્યો છે. તેમના પિતા શેખ હમદ બિન ખલીફા અલ થાનીએ સિંહાસન છોડ્યા બાદ તેઓ 2013માં કતારના શાસક બન્યા છે.

5/10
image

કતારના અમીર વિશ્વના સૌથી અમીર દેશોમાંના એકના શાસક છે, કારણ કે કતાર પાસે મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ગેસ અને તેલનો ભંડાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર શેખ તમીમની અંગત સંપત્તિ આશરે 20,000 કરોડ રૂપિયા (2.4 અબજ ડોલર) હોવાનો અંદાજ છે.

6/10
image

તેમના શાહી પરિવાર અલ-થાનીની કુલ સંપત્તિ 27 લાખ કરોડ રૂપિયાથી વધુ માનવામાં આવે છે. શેખ તમીમ પોતાની શાનદાર અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ છે. તે ઘણી લક્ઝરી સંપત્તિ અને કિંમતી વસ્તુઓનો માલિક છે.

7/10
image

તેની પાસે દોહા રોયલ પેલેસ અને ઓમાનમાં એક નવી વિશાળ એસ્ટેટ છે. આ સિવાય લગભગ 3,300 કરોડની કિંમતની 'કતારા' નામની લક્ઝરી યોટ પણ છે. તેની પાસે બુગાટી, ફેરારી અને રોલ્સ રોયસ જેવી દુર્લભ અને મોંઘી કારોનો વિશાળ કલેક્શન છે.

8/10
image

શેખ તમીમ માત્ર રાજનીતિ અને બિઝનેસ સુધી સીમિત નથી, તે રમત જગતમાં પણ એક મોટું વ્યક્તિત્વ છે. તેમણે વર્ષ 2004માં કતાર સ્પોર્ટ્સ ઈન્વેસ્ટમેન્ટ્સ (QSI)ની સ્થાપના કરી છે. 2011માં QSIએ ફ્રાન્સની ફેમસ ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (PSG)ને ખરીદી. 2023માં QSIએ પોર્ટુગલની SC બ્રાગા ક્લબમાં 21.7% હિસ્સો ખરીદ્યો છે.

9/10
image

શેખ તમીમ અને તેનો પરિવાર દોહાના આલીશાન રોયલ પેલેસમાં રહે છે, આ મહેલ સોનાથી શણગારવામાં આવ્યો છે. અહીં 15 પેલેસ અને 500થી વધુ કાર માટે પાર્કિંગની સુવિધા છે. 2019માં તેમણે ઓમાનમાં એક શાહી મહેલ બનાવ્યો. આ દેખાવમાં દોહાના રોયલ પેલેસથી ઓછો નથી.

10/10
image

શેખ તમીમના આ મુલાકાતથી ભારત અને કતાર વચ્ચેના વેપાર અને વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત થવાની ઉમ્મીદ છે. ભારત કતારમાંથી મોટા જથ્થામાં એલએનજી (LNG)ની આયાત કરે છે અને બન્ને દેશો વચ્ચે ઉર્જા અને રોકાણને લઈને ઘણા કરારો થઈ શકે છે. આ પ્રવાસ ભારત-કતાર સંબંધોમાં નવા આયામ ઉમેરશે અને આર્થિક સહયોગને વેગ આપે તેવી શક્યતા છે.