રાશિફળ 19 ઓક્ટો: આ રાશિના જાતકોના આજે પત્ની દ્વારા ધનપ્રાપ્તિ થાય, માનસિક શાંતિ માટે કરો આ ઉપાય

રાશિફળ 19 ઓક્ટો: આ રાશિના જાતકોના આજે પત્ની દ્વારા ધનપ્રાપ્તિ થાય, માનસિક શાંતિ માટે કરો આ ઉપાય

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે ખાસ જાણો. 

  • પ્રશ્ન – માનસિક શાંતિ મેળવવા શું ઉપાય કરવા
  • ચાંદીના ગ્લાસમાં પાણી પીવું
  • સ્નાન કરવાના પાણીમાં થોડું ગુલાબજળ ઉમેરવું.
  • વદ પાંચમથી પુનમ સુધી રાત્રે દૂધમાં હળદર નાંખી પીવું
  • ઘરમાં તુલસી અને ગલગોટાનો છોડ વાવવો

તારીખ

19 ઓક્ટોબર 2018, શુક્રવાર

માસ

આસો સુદ દશમ

નક્ષત્ર

ધનિષ્ઠા

યોગ

શૂલ

ચંદ્ર રાશી

મકર (ખ,જ)

  1. પંચકનો પ્રારંભ બપોરે 2.02 વાગ્યાથી થઈ જશે
  2. વિવાહ આદિક શુભકાર્ય વર્જ્ય
  3. શુક્રવાર છે માટે મહાલક્ષ્મીની ઉપાસના અવશ્ય કરવી
  4. મહાલક્ષ્મીઅષ્ટકમનો પાઠ કરવો
  5. શ્રીયંત્ર ઉપર કેસરમિશ્રીત દૂધનો અભિષેક કરવો

રાશિ ભવિષ્ય (19-10-2018)

મેષ (અલઈ)

  • વાહન ચલાવતા ખાસ સાચવવું
  • વાહન ખોટકાય નહીં તેનું પણ ધ્યાન રાખવું
  • પેટની પીડા થઈ શકે છે.
  • સાથે સાથે શુભસમાચારના સંકેત પણ મળે

વૃષભ (બવઉ)

  • જીવનસાથી સાથે પ્રવાસમાં સાચવવું
  • વળી, સંબંધોમાં નરમાશ રાખવી
  • નોકરી ક્ષેત્રે સાનુકૂળતા રહે
  • ધન સ્થાનમાં ઊંચ-નીચ શક્ય છે

મિથુન (કછઘ)

  • વેપાર સ્થાનમાં વૃદ્ધિ દર્શાવે છે
  • તોછડી ભાષા બોલાઈ શકે છે, સાવધાન.
  • નાના ભાઈ બહેન સાથે સુમેળ રહે
  • સંતાન દ્વારા અર્થપૂર્ણ કાર્ય થાય

કર્ક (ડહ)

  • જીવનસાથી સાથે એકરૂપતા જળવાય
  • કુવારા વ્યક્તિઓનો પ્રેમસંબંધ મજબૂત બને
  • પ્રેમમાં સંયમીત વર્તન કરવું
  • ઉન્માદ વ્યાપી શકે છે

સિંહ (મટ)

  • કાર્ય કરો પણ ઉચીત ફળ ન મળે
  • ઘરખર્ચ વધી જાય
  • હરવા-ફરવામાં પૈસા ખૂબ વપરાઈ જાય
  • સંધ્યા સમયે પરિવારમાં મતભેદ થઈ શકે

કન્યા (પઠણ)

  • વિશ્વાસઘાત ન થાય તે જોવું
  • વાંચી-વિચારીને સહી કરવી
  • સંતાન તરફથી મુશ્કેલી વધી શકે છે
  • સ્થાનાંતરના યોગ પણ છે

તુલા (રત)

  • પ્રેમ સંબંધમાં અંતરાય આવી શકે છે
  • રાજનીતિ સાથે સંકળાયેલા જાતકો માટે વ્યસ્તતા
  • જૂના તૂટેલા સંબંધો જોડાઈ શકે
  • નૃત્યની કલા સાથે જોડાયેલ માટે સરળતા

વૃશ્ચિક (નય)

  • વિદેશ પ્રવાસના યોગ પ્રબળ છે
  • ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલાને લાભ
  • કાર્યક્ષેત્રે નિપૂણતા વધે
  • નાનાભાઈ બહેન સાથે ઘનિષ્ઠતા વધે

ધન (ભધફઢ)

  • જીવનસાથીનું આરોગ્ય જાળવવું
  • જો ગુસ્સે થશો તો બેફામ વાણી વહેશે
  • માટે, શાંતથી જ વાત કરજો
  • આરોગ્યકેન્દ્રની મુલાકાત શક્ય છે

મકર (ખજ)

  • એક પ્રકારે લક્ષ્મીયોગ રચાયો છે
  • નવું ઘર ખરીદવા માટે સક્રિયતા વધે
  • પ્રેમમાં સફળતા મળી શકે છે
  • નોકરીમાં બદલી પણ થઈ શકે છે

કુંભ (ગશષસ)

  • પત્ની દ્વારા ધનપ્રાપ્તિ થાય
  • સ્નાયુના દુઃખાવાથી સાચવજો
  • આવક વધે
  • બહાર ફરવાનું આયોજન થાય

મીન (દચઝથ)

  • શુભ થવાના સંકેત મળે છે
  • ધનપ્રાપ્તિ પણ થાય
  • જીવનસાથીએ આરોગ્ય જાળવવું
  • ખાસ કરીને સંધ્યા સમય સાચવી લેવો
  • જીવનસંદેશ – કાર્ય જ્યાં સુધી સંપૂર્ણપણે સફળ ન થાય ત્યાં સુધી તેને છોડવું નહીં...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news