PM Modi Covid Review Meeting: કોરોના પર ભારત અલર્ટ, PM મોદી આજે કરશે ઉચ્ચ સ્તરીય બેઠક

Corona BF.7 Variant: ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ BF.7 ની પુષ્ટિ થઈ ગઈ છે.  ગુજરાત અને ઓડિશામાં નવા કેસ રિપોર્ટ થયેલા છે. જો કે સારા સમાચાર એ છે કે આ દર્દીઓ સાજા થઈ ગયા છે. સરકારે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. ભારત સરકાર એકદમ અલર્ટ મોડ પર છે અને ટેસ્ટિંગ વધારવા પર ભાર આપી રહી છે.

PM Modi Covid Review Meeting: કોરોના પર ભારત અલર્ટ, PM મોદી આજે કરશે ઉચ્ચ સ્તરીય બેઠક

Corona BF.7 Variant: ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ BF.7 ની પુષ્ટિ થઈ ગઈ છે.  ગુજરાત અને ઓડિશામાં નવા કેસ રિપોર્ટ થયેલા છે. જો કે સારા સમાચાર એ છે કે આ દર્દીઓ સાજા થઈ ગયા છે. સરકારે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. ભારત સરકાર એકદમ અલર્ટ મોડ પર છે અને ટેસ્ટિંગ વધારવા પર ભાર આપી રહી છે. પીએમ મોદી આજે કોવિડની સ્થિતિની સમીક્ષા કરશે. 

બીજી બાજુ દિલ્હી અને યુપી સરકારે પણ આજે કોરોનાના નવા વેરિએન્ટ પર ચર્ચા કરવા માટે હાઈલેવલ મીટિંગ બોલાવી છે. નવા વેરિએન્ટથી બચવા મુદ્દે ડો. વી કે પોલે માસ્કના ઉપયોગ અને બૂસ્ટર ડોઝ લગાવવાની સલાહ આપી છે. કોરોનાને લઈને ભારતના એરપોર્ટ ઉપર પણ રેન્ડમ ચેકિંગ થઈ રહ્યું છે. 

દિલ્હી-યુપી સરકાર અલર્ટ
કોરોનાને લઈને દિલ્હી સરકાર અલર્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં કોરોનાને પહોંચી વળવાની તૈયારીઓ અંગે સમીક્ષા કરાશે. જ્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં ટીમ 9 પણ હાજર રહેશે. 

ચીનમાં પણ કોરોનાના વધતા સંક્રમણ અને સામે આવેલી તસવીરો તથા મોતના આંકડાએ દુનિયાને ચિંચિત કરી છે. ચીનમાં કોરોનાના જે વેરિએન્ટે તબાહી મચાવી છે તેની ભારતમાં પણ એન્ટ્રી થઈ છે. કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો આ સબ  વેરિએન્ટ BF 7 અત્યાર સુધીમાં બે રાજ્યમાં મળી ચૂક્યો છે અને ત્યારબાદ દેશમાં સતર્કતા વર્તવામાં આવી રહી છે. 

હાલ ભારતમાં BF.7 ના ત્રણ સંક્રમિત મળ્યા છે. ઓક્ટોબર મહિનામાં પહેલો કેસ ગુજરાતમાં મળ્યો હતો. હવે ગુજરાતમાં વધુ બે કેસ અને ઓડિશામાં એક કેસ મળ્યો છે. 

ભારતમાં 10 અલગ અલગ વેરિએન્ટ 
હાલ દેશમાં કોરોનાના 10 અલગ અલગ વેરિએન્ટ રહેલા છે. જેમાંથી સૌથી તાજો વેરિએન્ટ BF.7 છે. દેશમાં અત્યાર સુધીમાં જે વેરિએન્ટે સૌથી વધુ તબાહી મચાવી તે ડેલ્ટા વેરિએન્ટ છે જેના હજુ પણ કેસ મળી આવે છે. ભારતમાં મોટાભાગના લોકોને કોરોના રસી મળી ચૂકી છે અને કોરોના વિરુદ્ધ હર્ડ ઈમ્યુનિટી પણ મોટી સંખ્યામાં લોકોમાં છે. આવામાં ચીનની જેમ ડરવાની જરૂર નથી પરંતુ સરકાર સતર્ક થઈ ગઈ છે. હાલ કોવિડ ગાઈડલાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ
- શરદી અને ફ્લૂની તપાસ કરાવો
- બૂસ્ટર ડોઝ લેવો
- સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
- ભીડમાં માસ્કનો ઉપયોગ અચૂક કરો

હવે કોરોના પર દર અઠવાડિયે સ્વાસ્થ્ય મંત્રાલયની સમીક્ષા બેઠક થશે. આ ઉપરાંત દેશમાં બહારથી આવતા મુસાફરોનું પણ રેન્ડિંમ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. લોકોને સાવધાની વર્તવાની અપીલ કરાઈ છે. 

ચીનમાં કોરોનાના જે વેરિએન્ટે હાહાકાર મચાવેલો છે તે કોરોનાના ઓમિક્રોનનો સબવેરિએન્ટ BF.7 છે. હવે જાણો કે તે કેટલો ખતરનાક છે...

- વેરિએન્ટ BF.7 ઓમિક્રોન વેરિએન્ટથી નીકળેલો છે અને તે ઓમિક્રોનનો સૌથી શક્તિશાળી વેરિએન્ટ છે. 
- વેરિએન્ટ BF.7 બહુ જલદી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે. 
- સંક્રમિત થયા બાદ તેના લક્ષણો પણ તરત સામે આવે છે. 
- વેરિએન્ટ BF.7 માં એક દર્દીથી 16 જેટલા લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા છે. 
- વેરિએન્ટ BF.7 નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. આથી ચીનમાં વૃદ્ધો સૌથી વધુ ઈન્ફેક્ટેડ છે. 
- વેરિએન્ટ BF.7 એટલો શક્તિશાળી છે કે ચીનમા ફૂલ્લી વેક્સીનેટેડ લોકોને પણ તે સંક્રમિત કરી રહ્યો છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news