હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર: CM કેસી રાવના નિર્દેશ, કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે
તેલંગણા (Telangana) ના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ઓફિસરોને નિર્દેશ આપ્યા છે કે હૈદરાબાદ (Hyderabad) માં મહિલા ડોક્ટરના ગેંગરેપ અને હત્યાના આરોપીઓની જલદી પૂછપરછ થાય અને દોષિતોને કડક સજા આપવામાં આવે. સીએમએ આ કેસની પતાવટ માટે એક ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાનો પણ નિર્ણય લીધો. મહિલા ડોક્ટરના ગેંગરેપ (Hyderabad gang rape murder case) અને હત્યાના મામલે મોટી કાર્યવાહી થતા શનિવારે ડ્યૂટી પર બેદરકારી વર્તવા બદલ એક એસઆઈ સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા. સાઈબરાબાદના પોલીસ કમિશનર વીસી સજ્જનારે મીડિયાને આ જાણકારી આપી હતી.
Trending Photos
હૈદરાબાદ: તેલંગણા (Telangana) ના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ઓફિસરોને નિર્દેશ આપ્યા છે કે હૈદરાબાદ (Hyderabad) માં મહિલા ડોક્ટરના ગેંગરેપ અને હત્યાના આરોપીઓની જલદી પૂછપરછ થાય અને દોષિતોને કડક સજા આપવામાં આવે. સીએમએ આ કેસની પતાવટ માટે એક ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાનો પણ નિર્ણય લીધો. મહિલા ડોક્ટરના ગેંગરેપ (Hyderabad gang rape murder case) અને હત્યાના મામલે મોટી કાર્યવાહી થતા શનિવારે ડ્યૂટી પર બેદરકારી વર્તવા બદલ એક એસઆઈ સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા. સાઈબરાબાદના પોલીસ કમિશનર વીસી સજ્જનારે મીડિયાને આ જાણકારી આપી હતી.
પોલીસ કમિશનરે આ કાર્યવાહી પરિજનોના તે આરોપ બાદ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસકર્મીઓએ સમયસર રિપોર્ટ નોંધ્યો નહીં અને પોલીસ સ્ટેશન સરહદના વિવાદમાં જ ગૂંચવાયેલા રહ્યાં. આ કેસમાં 3 પોલીસકર્મીઓ સબ ઈન્સ્પેક્ટર એમ. રવિકુમાર, હેડ કોન્સ્ટેબલ પી. વેણુગોપાલ રેડ્ડી અને હેડ કોન્સ્ટેબલ એ.સત્યનારાયણ ગૌડને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. કેસમાં પોલીસે ઘટનાને અંજામ આપનારા 4 આરોપીઓ ટ્રક ચાલક મોહમ્મદ આરિફ, ટ્રક ચાલક ચિંતાકુંતા ચેન્નાકેશાવુલુ, ક્લીનર જોલુ શિવા અને જોલુ નવીનની ધરપકડ કરી છે.
Telangana Chief Minister's Office: CM has instructed officials that the accused of the woman veterinary doctor's ghastly murder should be inquired on a fast track, & culprits should be given stringent punishment. CM also decided to set up a fast track court to deal with the case. pic.twitter.com/sYBL02EJrt
— ANI (@ANI) December 1, 2019
પરિવારે પોલીસ પર બેદરકારી વર્તવાનો લગાવ્યો હતો આરોપ
મૃતક ડોક્ટરના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સાઈબરાબાદ પોલીસ (Cyberabad police) તેમને દોડાવતી રહી. જો તેમણે તત્કાળ કાર્યવાહી કરી હોતતો પીડિતાને જીવતી બચાવી શકાઈ હોત. માતાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ મારી નાની પુત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી પરંતુ તેને બીજા પોલીસ સ્ટેશન શમશાબાદ મોકલવામાં આવી. પોલીસે કાર્યવાહી કરવાની જગ્યાએ કહ્યું કે આ મામલો તેમના વિસ્તારનો નથી. ત્યારબાદ પીડિતાના પરિવાર સાથે કેટલાક પોલીસકર્મી ગયા અને સવારે 4 વાગ્યા સુધી સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું પરંતુ તેની કોઈ ભાળ મળી નહી. પીડિતાની બહેને કહ્યું હતું કે 'એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન જવામાં અમારો ઘણો સમય વેડફાઈ ગયો. જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો મારી બહેન આજે જીવિત હોત.'
શું છે સમગ્ર મામલો?
તેલંગણાની રાજધાની હૈદરાબાદની નજીક શાદનગર પરગણામાં બુધવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓએ એક પશુચિકિત્સક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવાના મામલાએ હાહાકાર મચાવી દીધો છે. યુવતીનો મૃતદેહ ગુરુવારે મળી આવ્યો. ડોક્ટરનો બળેલી અવસ્થામાં મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર નજીક ચતનપલ્લી પુલ પર મળી આવ્યો હતો.
આ VIDEO પણ જુઓ...
ડોક્ટર બુધવારે સવારે પોતાના ઘરેથી કોલ્લૂરુ ગામમાં એક પશુ ચિકિત્સાલયમાં પોતાની ડ્યૂટી માટે નીકળી હતી. રાતે ઘરે પાછા ફરતી વખતે તેણે બહેનને ફોન કરીને કહ્યું હતું કે તેનું દ્વિચક્કી વાહન ખરાબ થઈ ગયું છે. તેણે બહેનને એમ પણ કહ્યું કે તે ડરેલી છે. જ્યારે તેના પરિવારે ત્યારબાદ યુવતીનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેનો મોબાઈલ બંધ હતો.
ગુરુવારે સવારે યુવતીનો મૃતદેહ બળેલી અવસ્થામાં પુલ પાસેથી મળી આવ્યો. મૃતક મહિલા ડોક્ટરના પિતાએ મૃતદેહની ઓળખ કરી હતી. આ મામલાની જાણકારી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે પુરાવા માટે પાસેના ટોલ ગેટના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે