CDSના રૂપમાં એક વર્ષનો કાર્યકાળ પૂરો થવા પર ચીન બોર્ડર પર પોંચ્યા જનરલ બિપિન રાવત

CDS General Bipin Rawat News : સીડીએસે કહ્યુ, માત્ર ભારતીય સૈનિક જ આ પડકારપૂર્ણ પરિસ્થિતિઓમાં ચોકસ રહી શકે છે અને સરહદોની સુરક્ષા માટે દરેક સમયે કર્તવ્યથી પોતાની ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું, ભારતીય સશસ્ત્ર દળોને તેની કર્તવ્યપરાયણતાથી કોઈપણ ડગમગાવી શકે નહીં. 

CDSના રૂપમાં એક વર્ષનો કાર્યકાળ પૂરો થવા પર ચીન બોર્ડર પર પોંચ્યા જનરલ બિપિન રાવત

નવી દિલ્હીઃ જનરલ બિપિન રાવતે ચીફ ઓફ ડિફેન્સ (CDS) પદે એક વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે. આ તકે તેમણે અરૂણાચલ પ્રદેશ અને આસામમાં ચીન બોર્ડર પર લાગેલા મહત્વના મોર્ચા પર બનેલા સૈન્ય અડ્ડાનો પ્રવાસ કર્યો હતો. સીડીએસે ત્યાં સરહદ અસરકારક દેખરેખની વ્યવસ્થા અને જરૂર પડવા પર સૈન્ય અભિયાનોની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાંની વ્યવસ્થાથી ખુશ થઈને રાવતે દાવો કર્યો કે, માત્ર ભારતીય સૈનિક જ આવી પરિસ્થિતિમાં છાતી ફુલાવીને રહી શકે છે. તેમણે કહ્યું કે, કર્તવ્ય પાલનની રાહમાં ભારતીય સૈનિકો માટે કોઈ  વિઘ્ન ન હોઈ શકે.

સીડીએસે કહ્યુ, માત્ર ભારતીય સૈનિક જ આ પડકારપૂર્ણ પરિસ્થિતિઓમાં ચોકસ રહી શકે છે અને સરહદોની સુરક્ષા માટે દરેક સમયે કર્તવ્યથી પોતાની ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું, ભારતીય સશસ્ત્ર દળોને તેની કર્તવ્યપરાયણતાથી કોઈપણ ડગમગાવી શકે નહીં. 

99 લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થઇ ગયા, દુનિયામાં સૌથી વધુ રિકવરી નોંધાઇ

દેશના પ્રથમ સીડીએસે પૂરો કર્યો એક વર્ષનો કાર્યકાળ
ધ્યાનમાં રહે કે જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરી, 2020ના દેશના પ્રથમ સીડીએસનો પદભાર લીધો હતો. દેશમાં આ પદની રચનાની જરૂરીયાત પહેલાથી અનુભવવામાં આવી રહી હતી જેને નરેન્દ્ર મોદી સરકારે પૂરી કરી હતી. આ નિમણૂકનો ઉદ્દેશ્ય ભારતની ત્રણેય સેનાઓ વચ્ચે સમન્વય અને દેશની સૈન્ય શક્તિને મજબૂત કરવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીડીએસની નિમણૂકને ભારત માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ સશસ્ત્ર દળની ત્રણેય સેવાઓના કર્મીઓના કલ્યાણ માટે મોદી સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયાસોને આગળ વધારશે. 

શું છે સીડીએસની જવાબદારીઓ 
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પર ન માત્ર ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓના કલ્યાણ અને તેમની વચ્ચે સમન્વય સ્થાપિત કરવા પરંતુ સેનાનું આધુનિકીકરણ કરવાની પણ મહત્વપૂર્ણ જવાબદારી છે. સીડીએસના નેતૃત્વમાં સેનાના ત્રણેય અંગ થલ સેના  (Army), , જલ સેના (Navy), વાયુ સેના (Air force) એક ટીમનું કામ કરે છે. ધ્યાનમાં રહે કે સીડીએસની નિમણૂંકની સાથે રક્ષા મંત્રાલયમાં નવો રક્ષા કાર્ય વિભાગ પણ બનાવવામાં આવ્યો છે. સીડીએસને ત્રણેય સૈન્ય પ્રમુખોની જેમ કેબિનેટ સેક્રેટરીનો રેન્ક આપવામાં આવ્યો છે. આ બધા સીધા રક્ષા મંત્રીને રિપોર્ટ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news