Bilawal Bhutto Controversy: PM મોદી પર બિલાવલના નિવેદનથી સૂફી કાઉન્સિલના અધ્યક્ષ ભડકી ગયા

Bilawal Bhutto Comment: ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના અધ્યક્ષ હજરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોને જડબાતોડ જવાબ આપ્યો અને જાણો મુસલમાનો વિશે શું કહ્યું?

Bilawal Bhutto Controversy: PM મોદી પર બિલાવલના નિવેદનથી સૂફી કાઉન્સિલના અધ્યક્ષ ભડકી ગયા

Bilawal Bhutto Comment: પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક નિવેદન મુદ્દે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ બધા વચ્ચે ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલ (All India Sufi Sajjadanashin Council) ના અધ્યક્ષ હજરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તી (Naseeruddin Chishty) એ બિલાવલ ભુટ્ટોને જડબાતોડ જવાબ આપ્યો. નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે બિલાવલ ભુટ્ટોએ પોતાના પદની ગરિમાનું માન ન જાળવ્યું. 

— ANI (@ANI) December 17, 2022

ભુટ્ટોના નિવેદન પર ચિશ્તીએ જતાવી આપત્તિ
નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે હું પાકિસ્તાનના વિદેશમંત્રી તરફથી પીએમ મોદી વિરુદ્ધ ઉપયોગમાં લેવાયેલી ઝેરીલી ભાષાની આકરી ટીકા કરું છું. બિલાવલ ભુટ્ટોએ પોતાના પોર્ટફોલિયોની જ ગરિમા નથી ઓછી  કરી પરંતુ સમગ્ર દેશનું માન ઘટાડ્યું છે. 

ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના અધ્યક્ષ નસીરુદ્દીન ચિશ્તીએ બિલાવલના નિવેદન પર કહ્યું કે પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે ભારતીય મુસલમાન પાકિસ્તાની મુસ્લિમોની સરખામણીમાં વધુ સુરક્ષિત અને સારી સ્થિતિમાં છે. બિલાવલ ભુટ્ટો ભૂલી ગયા છે કે આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકાની સેનાએ પાકિસ્તાની સરકારના નાક નીચે પાકિસ્તાનમાં જ માર્યો હતો. 

— ANI (@ANI) December 17, 2022

ભારતીય મુસલમાનો વિશે કરી આ વાત
નસીરુદ્દીન ચિશ્તીએ વધુમાં કહ્યું કે ભુટ્ટોને મારી સલાહ છે કે ભારતની સરખામણી પાકિસ્તાન સાથે ન કરો. કારણ કે અમારુ બંધારણ બધાને ધર્મની સ્વતંત્રતાની ગેરંટી આપે છે. દરેક મુસલમાનને ભારતીય હોવા પર ગર્વ મહેસૂસ થાય છે. 

આ Video પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news