રામ મંદિર નિર્માણ માટે 88 વર્ષના ઉર્મિલાબહેનનો 28 વર્ષથી અન્નનો ત્યાગ, હવે અયોધ્યા જઈને તોડશે વ્રત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અયોધ્યામાં બહુ જલદી ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર (Ram Temple) બનવા જઈ રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ થનારા ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને એકબાજુ જ્યાં અયોધ્યા (Ayodhya) માં તૈયારીઓ જોરશોરથી ચાલુ છે ત્યાં દેશભરમાં ભગવાન રામના ભક્તોમાં ખુશીની લહેર છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવશે. જેમાં દેશભરના સાધુ સંત અને મંદિર નિર્માણ માટે વર્ષો સુધી સંઘર્ષ કરનારા લોકોને આમંત્રિત કરાયા છે. પરંતુ જબલપુરમાં રહેતા 88 વર્ષના ઉર્મિલા ચતુર્વેદી હજુ પણ આમંત્રણ મળવાની રાહ જોઈ રહ્યાં છે. 

રામ મંદિર નિર્માણ માટે 88 વર્ષના ઉર્મિલાબહેનનો 28 વર્ષથી અન્નનો ત્યાગ, હવે અયોધ્યા જઈને તોડશે વ્રત

જબલપુર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અયોધ્યામાં બહુ જલદી ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર (Ram Temple) બનવા જઈ રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ થનારા ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને એકબાજુ જ્યાં અયોધ્યા (Ayodhya) માં તૈયારીઓ જોરશોરથી ચાલુ છે ત્યાં દેશભરમાં ભગવાન રામના ભક્તોમાં ખુશીની લહેર છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવશે. જેમાં દેશભરના સાધુ સંત અને મંદિર નિર્માણ માટે વર્ષો સુધી સંઘર્ષ કરનારા લોકોને આમંત્રિત કરાયા છે. પરંતુ જબલપુરમાં રહેતા 88 વર્ષના ઉર્મિલા ચતુર્વેદી હજુ પણ આમંત્રણ મળવાની રાહ જોઈ રહ્યાં છે. 

ઉર્મિલા ચતુર્વેદી શ્રીરામના એવા અનન્ય ભક્ત છે જેમણે છેલ્લા 28 વર્ષથી રામ મંદિર નિર્માણની રાહ જોઈ. લગભગ 28 વર્ષ તેમણે સંકલ્પ લઈને અન્નનો ત્યાગ કર્યો. ઉંમર વધુ હોવા છતાં આજે પણ ઉર્મિલા ચતુર્વેદીનો આ સંકલ્પ કાયમ છે અને તેઓ ફક્ત ફળ અને જળ જ ગ્રહણ કરે છે. તેમનું સપનું છે કે રામ મંદિર નિર્માણના સમયે તેઓ ત્યાં પહોંચીને શ્રીરામનું પૂજન કરે અને ત્યારબાદ પ્રસાદ તરીકે અન્ન ગ્રહણ કરે. પરંતુ આ અનોખી રામ ભક્તને મંદિર નિર્માણ માટે થનારા આયોજનમાં હજુ સુધી આમંત્રણ મળ્યું નથી. આમ છતાં તેઓ પોતાની ભક્તિમાં લીન છે. 

પોતાના ઘર પર રહીને તેઓ સવારે સાંજ ભગવાન રામનું પૂજન કરે છે અને રામ મંદિર નિર્માણ માટે પ્રાર્થના કરે છે. તેમના પરિવારના સભ્યોનું કહેવું છે કે હજુ સુધી તેમને આમંત્રણ મળ્યું નથી પરંતુ તેઓ આમ છતાં ખુશ છે કારણ કે વર્ષોની તપસ્યા બાદ રામ મંદિરનું નિર્માણ શરૂ થવા જઈ રહ્યું છે. અમને આશા છે કે જલદી ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ જશે, જે અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન હશે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે જો તેમને આ દિવ્ય કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ મળશે તો એક આત્મ સંતુષ્ટિ રહેશે કે તેમને પણ આ અવસરે યાદ રાખવામાં આવ્યાં અને તેમની તપસ્યાનું સન્માન કરવામાં આવ્યું. જો કે કોરોના સંક્રમણના કારણે ઉર્મિલા ચતુર્વેદીની ઉંમરને ધ્યાનમાં રાખતા તેઓ કોઈને મળતા નથી અને પોતાના રૂમમાં જ રહે છે. હાલ ઉર્મિલા સ્વસ્થ છે અને 5 ઓગસ્ટના રોજ થનારા ભૂમિ પૂજનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news