Earthquake: અસમમાં 6.4ની તીવ્રતાના ભૂંકપ, સમગ્ર પૂર્વોત્તર હચમચી ઉઠ્યું, લોકોમાં દહેશતનો માહોલ

અસમના ગુવાહાટી સહિત પૂર્વોત્તરમાં ભૂકંપનો જારદાર આંચકો મહેસૂસ થયો છે. 7:51 વાગે આવેલા આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 હતી અને  ભૂકંપનું કેન્દ્રબિન્દુ અસમનું સોનિતપુર હોવાનું કહેવાય છે. આંચકો અનેક મિનિટ સુધી મહેસૂસ થયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે. 

Earthquake: અસમમાં 6.4ની તીવ્રતાના ભૂંકપ, સમગ્ર પૂર્વોત્તર હચમચી ઉઠ્યું, લોકોમાં દહેશતનો માહોલ

નવી દિલ્હી: અસમના ગુવાહાટી સહિત પૂર્વોત્તરમાં ભૂકંપનો જારદાર આંચકો મહેસૂસ થયો છે. 7:51 વાગે આવેલા આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 હતી અને  ભૂકંપનું કેન્દ્રબિન્દુ અસમનું સોનિતપુર હોવાનું કહેવાય છે. આંચકો અનેક મિનિટ સુધી મહેસૂસ થયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે. 

— Sarbananda Sonowal (@sarbanandsonwal) April 28, 2021

ભૂકંપનો પ્રભાવ અસમ સહિત ઉત્તર બંગાળમાં પણ મહેસૂસ થયો છે. ગુવાહાટીમાં અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ છે. કહેવાય છે કે ભૂકંપના સતત બે આંચકા મહેસૂસ થયા. પહેલો આંચકો 7:51 વાગે મહેસૂસ થયો જ્યારે થોડીવારમાં બીજા બે આંચકા મહેસૂસ થયા. અસમના અનેક ઘરોમાં તિરાડ પડી ગઈ છે. 

— Himanta Biswa Sarma (@himantabiswa) April 28, 2021

અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે અસમમાં ભૂકંપનો મોટો ઝટકો મહેસૂસ થયો છે. હું તમામના કુશળ મંગળ હોવાની કામના કરું છું. આ સાથે જ લોકોને અલર્ટ રહેવાની સલાહ આપું છું. બાકી જિલ્લાથી અપડેટ લઈ રહ્યો છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news