માટીના વાસણમાં બનેલું જમવાથી થશે ચમત્કારિક લાભ, આ બીમારીઓ થશે દૂર
જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ જશે આપોઆપ અનેક ગંભીર બીમારીઓ દૂર...
Trending Photos
નવી દિલ્લીઃ સમયની સાથે સાથે આપણી આદતોમાં પણ અનેક પ્રકારના પરિવર્તન આવ્યા છે. હવે અહીં જ જોઈ લો. પહેલાના લોકો માટીના તવા પર રોટલી શેકતા હતાં પરંતુ ધીમે ધીમે સ્ટીલ, એલ્યુમિનિયમ, લોખંડ અને હવે નોન સ્ટીક તવાનો ઉપયોગ થવા લાગ્યો છે. સમય બચાવવા માટે ધાતુના તવા ભલે ફાયદાકારક હોય પરંતુ યાદ રાખો તેનાથી તમારુ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેનાથી સારુ એ છે કે તમે માટીના તવા પર રોટલી શેકવાનું શરુ કરી દો, બીમારીઓથી બચવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
આયુર્વેદ અનુસાર માટીના વાસણમાં બનાવેલુ જમવાથી અનેક બીમારીઓથી દૂર રહેવાય છે. માટીના વાસણાં બનેલુ જમવાનું ના માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ જમવાનું 100 ટકા પૌષ્ટિક પણ હોય છે. આ વાસણોમાં જમવાનુ બનાવવાથી તેના પોષણ તત્વો નષ્ટ થતા નથી. તે સિવાય માટીના તવા પર બનેલી રોટલીથી ના માત્ર પાચન સ્વસ્થ થાય છે પરંતુ તમે અનેક બીમારીઓથી પણ બચી શકો છો. તો આવો જાણીએ માટીના વાસણમાં બનાવેલી રોટલી ખાવાના બીજા અન્ય ફાયદા.
કબજિયાતથી મળે છે રાહત-
બહારનું વધુ પડતું જમવાનું આજકાલના લોકોમાં કબજિયાતનું કારણ બની ગયુ છે. આ સમસમ્યાથી રાહત મેળવવા માટે માટીના તવામાં બનાવેલી રોટલીને પોતાના ડાયટમાં સામેલ કરો.
ગેસની સમસ્યાથી છૂટકારો-
એક જગ્યાએ બેસીને કલાકો સુધી કામ કરવાના કારણે અનેક લોકોને ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો રોટલીને લોખંડ અથવા નોન સ્ટીક તવાની જગ્યાએ માટીના તવા પર બનાવીને જમો. પેટના ગેસની સમસ્યાથી તમને જલદી રાહત મળશે.
પાઈલ્સથી રાહત અપાવે-
પાઈલ્સ થવાથી અનેક પ્રકારના ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકાઈ જાય છે. જો તમે રોટલી માટીની તવીમાં બનેલી જમશો તો પાઈલ્સથી જલદી રાહત મળશે.
બીમારીઓ કરે દૂર-
માટીના તવામાં બનેલી રોટલી માટીના પોષક તત્વોથી ભરપૂર હોય છે અને રોટલીની પૌષ્ટિકતા પણ અનેક ગણી વધી જાય છે. તેમાં હાજર પ્રોટીન બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે.
માટીની તવી બીજા તવાથી અલગ કેમ છે?
જાણકારોના અનુસાર માટીના તવામાં રોટલી શેકવાથી રોટલીના પોષકતત્વો નષ્ટ થતા નથી. જ્યારે કે એલ્યુમિનિયમના વાસણમાં રોટલી બનાવવાથી 87 ટકા, પિત્તળના તવા પર 7 ટકા અને કાંસાના તવા પર 3 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. 100 ટકા પોષક તત્વ માત્ર માટીના વાસણમાં બનેલા ભોજનમાં જ હાજર રહે છે.
આટલી વાતો ધ્યાનમાં રાખો-
1) માટીના તવામાં ક્યારેય વધુ આગમાં રોટલી ના શેકો, આવુ કરવાથી તવી પણ ફાટી શકે છે.
2) આ તવીનો ઉપયોગ કરતા પહેલા તેના પર પાણી લગાવી દેવું જોઈએ.
3) ઉપયોગ પછી તવાને રૂમના તાપમાન મુજબ થવા દો અને થોડી વાર માટે પાણીમાં પણ પલાળી દો.
4) માટીના વાસણને ક્યારેય સાબુથી ના ધોવો, આવું કરવાથી આ સાબુને શોષી લેશે.
5) માટીના તવાને સાફ કરવા માટે ચોખ્ખા કપડાનો ઉપયોગ કરો.
બદલતી જીવનશૈલીમાં વ્યસ્તતા એટલી બધી વધી ગઈ છે કે કોઈને પાસે ધીમે ધીમે રોટલી બનાવવાનો ટાઈમ નથી. પરંતુ પોતાના સ્વાસ્થ્ય માટે અઠવાડિયામાં એક વખત તો માટીની તવી પર બનેલી રોટલી જરૂર જમવી જોઈએ. તેનાથી ના માત્ર તમારુ પણ આખા પરિવારનું સ્વાસ્થ્ય પણ સુધરશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત હોય છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે