Coconut Water: આ 4 બીમારી હોય તો દર્દીને ન આપવું નાળિયેર પાણી, તબિયત સારી થવાને બદલે વધારે બગડી જશે

Coconut Water Side Effects: જ્યારે કોઈ વ્યક્તિની તબિયત ખરાબ થાય તો તેને શક્તિ મળે તે માટે નાળિયેર પાણી પીવડાવવામાં આવે છે. પરંતુ 4 બીમારીઓ એવી છે જેમાં દર્દીને નાળિયેર પાણી ફાયદાને બદલે નુકસાન કરે છે. આ સમસ્યાઓ હોય તો વ્યક્તિને નાળિયેર પાણી આપવું નહીં.

Coconut Water: આ 4 બીમારી હોય તો દર્દીને ન આપવું નાળિયેર પાણી, તબિયત સારી થવાને બદલે વધારે બગડી જશે

Coconut Water Side Effects: નાળિયેર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને ગરમીના દિવસો શરૂ થાય એટલે નાળિયેર પાણી વધારે પ્રમાણમાં પીવાય છે. નાળિયેર પાણી પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે અને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને નાળિયેર પાણી પીવડાવવામાં આવે છે. 

નાળિયેર પાણીમાં ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે શરીર માટે લાભદાયી હોય છે. નાળિયેર પાણી હેલ્થની સાથે સ્કીનને પણ ફાયદો કરે છે. અનેક સ્વાસ્થ્ય લાભ કરતું નાળિયેર પાણી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. દરેક રોગના દર્દીને નાળિયેર પાણી આપવું યોગ્ય નથી. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે 4 સમસ્યાઓ એવી પણ છે જેમાં દર્દીને નાળિયેર પાણી આપવામાં આવે તો તેને નુકસાન થઈ શકે છે. 

નાળિયેર પાણી કઈ બીમારીમાં ન પીવું? 

કિડનીની સમસ્યા 

જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ. નાળિયેર પાણીમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે જેને કિડની ફિલ્ટર કરી શકતી નથી. જો કિડનીની સમસ્યા પહેલાથી જ હોય તો નાળિયેર પાણી પીવાથી બચવું જોઈએ. 

હાઈ બ્લડ સુગર 

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે પણ નાળિયેર પાણી પીવાથી બચવું. નાળિયેર પાણીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ પણ વધારે હોય છે. નાળિયેર પાણી પીવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. 

હાઈ બ્લડપ્રેશર 

જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય તેમણે પણ નાળિયેર પાણી પીવાથી બચવું. નાળિયેર પાણીમાં જે પોટેશિયમ હોય છે તે બીપીની દવાની સાથે મળી રિએક્શન કરી શકે છે. તેથી જેમને હાઈ બ્લડ પ્રેશર હોય તેમને ડોક્ટરની સલાહ પછી જ નાળિયેર પાણી આપવું. 

શરદી ઉધરસ 

નાળિયેર પાણીની તાસીર ઠંડી હોય છે. જે વ્યક્તિને પહેલાથી જ શરદી અને ઉધરસ હોય તેમના માટે નાળિયેર પાણી નુકસાનકારક સાબિત થઈ શકે છે. નાળિયેર પાણી પીવાથી શરદી ઉધરસની સમસ્યા વધી શકે છે. તેથી આવી સમસ્યામાં પણ મર્યાદિત માત્રામાં જ નાળિયેર પાણી પીવું શક્ય હોય તો પીવાનું ટાળવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news