MLA કૌશિક વેંકરિયા અને અમરેલીના SP બરાબરના ભરાયા, લેટરકાંડમાં પાટીદાર દીકરી પહોંચી હાઈકોર્ટ

Payal Goti In Highcourt : લેટરકાંડમાં નવો ફણગો, ખાતાકીય તપાસ કરવાની માગણી... MLA કૌશિક વેકરિયા, અમરેલી SP સામે પાયલ ગોટીની HCમાં અરજી... સ્પેશિયલ મોનિટરિંગ સેલે કરેલી તપાસના રિપોર્ટની પણ માગણી

MLA કૌશિક વેંકરિયા અને અમરેલીના SP બરાબરના ભરાયા, લેટરકાંડમાં પાટીદાર દીકરી પહોંચી હાઈકોર્ટ

Amreli Letterkand : અમરેલી લેટરકાંડમાં મોટી હલચલ થઈ છે. પાટીદાર યુવતી પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. સાથે જ અમરેલી એસપી નિર્લિપ્ત રાય દ્વારા સોંપાયેલા રિપોર્ટની માંગ પણ કરી છે. આ પિટીશનમાં પાયલે અમરેલી એસપી સંજય થરાદ અને પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. 

પાયલની હાઈકોર્ટમાં પિટીશન 
પાયલ ગોટી તરફથી આ પ્રકરણમાં કસૂરવાર અમરેલી એસપી સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ખાતકીય તપાસ અને કાર્યવાહી કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે. અમરેલી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અથવા ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના ન્યાયિક અધિકારી મારફત તપાસ કરવા દાદ માંગવામાં આવી છે. જેના પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

પાયલ ગોટીએ હાઈકોર્ટના દાખલ કરાયેલી પિટીશનમાં કહ્યું કે, 13 જાન્યુઆરીએ પાયલ ગોટીએ લેખિત અરજી કરી પણ કંઈ પણ પગલા લેવાયા નહીં. નીર્લિપ્ત રાયની તપાસ પૂરી થઈ ગઈ અને રિપોર્ટ પણ સબમિટ થઈ ગયો. પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ રિપોર્ટ પર કોઈ પણ જાતના પગલા ડીજીપી વિકાસ સહાય દ્વારા લેવામાં આવ્યા નથી. ત્યારે અમરેલી એસપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે. 

પાયલ ગોટીએ કહ્યું કે, મને પૂરેપૂરો ન્યાય મળે અને અન્ય કોઈ દીકરી સાથે પોલીસ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં ન આવે. 

ઉલ્લેખનીય છે કે, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના બોગસ લેટર પેડનો ઉપયોગ કરીને તેમાં સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ લેટર વાઇરલ કરવાના વિવાદમાં ડિસેમ્બર 2024ના રોજ અમરેલી સાયબર સેલ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં પાયલ ગોટીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના ઈશારે પાયલ ગોટી અને અન્ય લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી તેવા આક્ષેપો થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news