લગ્નની જાન નીકળે એ પહેલા જીવ ગયો! ભાવિ પત્નીના પ્રેમીએ વરરાજાની લગ્ન પહેલા કરી હત્યા
Groom Death Before Wedding : અમરેલીના ધારીમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે... જાન નીકળે પહેલા ભાવિ પત્નીના પ્રેમીએ વરરાજાનો જીવ લઈ લીધો, આજે યુવકનો માંડવો હતો અને આવતીકાલે લગ્ન હતા
Trending Photos
Amreli News : અમરેલીમાં એક લગ્નપ્રસંગ પહેલા દુખદ ઘટના બની છે. અમરેલીમાં ધારીના મિઠાપુર ગામના યુવાનની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકનો આજે માંડવો હતો અને આવતીકાલે લગ્ન લેવાયા હતા. પરંતું તે પહેલા જ ભાવિ પત્નીના પ્રેમીએ તેની હત્યા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવકની ભાવિ પત્નીના પ્રેમીએ ગત સમી સાંજે આ હત્યાને અંજામ આપ્યું. હત્યારા સોયેબ સમા નામના વ્યક્તિએ અગાઉ પણ યુવકને લગ્ન બાબતે ધમકીઓ આપી હતી. તેણે મૃતક વિશાલ મકવાણાને ગઈકાલે સમી સાંજે મીઠાપુર ગામની સીમમાં બોલાવીને હત્યા કરી છે. ત્યારે હત્યારા સોયેબ સમા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ છે.
જાન નીકળે એ પહેલા જીવ નીકળ્યો, લગ્નના ફેરા ફરે એ પહેલા મંગેતરના પ્રેમીએ કરી યુવાનની હત્યા, અમરેલીના ધારીના મીઠાપુર ગામની સીમમાં ખેલાયો ખૂની ખેલ#Amareli #CrimeWatch #CrimeNews #marriage #BreakingNews pic.twitter.com/Q2Ayq8nRsL
— Zee 24 Kalak (@Zee24Kalak) February 21, 2025
અમરેલી પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હત્યારાઓ પોલીસ પકડથી હાથવેંતમાં હોવાની વિગતો સામે આવી છે. તો બીજી તરફ, વિશાલ મકવાણાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલાયો છે. વિશાલના મોતથી લગ્નપ્રસંગમાં માતમ છવાયો છે. આજે સાંજે વિશાલ મકવાણાની માંડવાની વિધિ હતી, અને આવતીકાલે લગ્ન લેવાયા હતા. ત્યારે જ્યાં લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા, ત્યાં હવે મરશિયા ગાવાનો વારો આવ્યો છે. લગ્ન પહેલા જ વરરાજાનું મોત નિપજ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે