21 વર્ષની હસીના 47 વર્ષના હીરો સાથે કરશે રોમાન્સ, 15 વર્ષ પહેલા આ જ સુપરસ્ટાર સાથે નાની ઉંમર કર્યું હતું કામ
Guess This Top Actress: આજકાલ ફિલ્મોમાં અભિનેતા અને અભિનેત્રીઓ વચ્ચે ઉંમરનો તફાવત કોઈ નવી વાત નથી. ઘણા મોટા સુપરસ્ટાર તેમની સાથે અડધી ઉંમરની હિરોઈન સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. હવે ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે એક અભિનેત્રીનું નામ ચર્ચામાં આવ્યું છે, જેણે 15 વર્ષ પહેલા ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એક સમયે મોટા સુપરસ્ટાર સાથે કામ કર્યું હતું, પરંતુ હવે તે આ જ સુપરસ્ટાર સાથે મોટા પડદા પર રોમાન્સ કરતી જોવા મળશે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી
આજે અમે તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી તે અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે વર્ષો પહેલા એક સુપરસ્ટાર સાથે એક ફિલ્મમાં કામ કર્યું હતું અને હવે તે જલ્દી જ મોટા પડદા પર તેની સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તેના ફેન્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. ખાસ વાત એ છે કે, બન્ને વચ્ચે 26 વર્ષનો તફાવત છે. આ દિવસોમાં આ કપલ તેમની આગામી ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. ચાલો તેમના વિશે જણાવીએ.
કોણ છે આ ટોપ અભિનેત્રી?
અમે અહીં જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે કૃતિ શેટ્ટી છે, જેનો જન્મ 21 સપ્ટેમ્બર, 2003ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે તેલુગુ ફિલ્મોમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 'શ્યામ સિંઘા રોય', 'ધ વોરિયર', 'ઉપ્પેના' અને 'બંગારાજુ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે તે ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર કાર્થિ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ 'વા વાથિયાર' રાખવામાં આવ્યું છે, જેને નલન કુમારસ્વામી ડાયરેક્ટ કરી રહ્યા છે.
26 વર્ષના મોટા કાર્થિ સાથે કરશે રોમાન્સ
આ ફિલ્મ રિલીઝની સાથે-સાથે આ બન્ને સ્ટાર્સને લઈ ચર્ચામાં બની છે. જેની પાછળનું કારણ છે બન્ને વચ્ચેનો ઉંમરનો તફાવત. કાર્થિ હાલમાં 47 વર્ષનો છે જ્યારે કૃતિ શેટ્ટી માત્ર 21 વર્ષની છે. આમ બન્ને વચ્ચે ઉંમરનો તફાવત 26 વર્ષ છે. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવાની આશા છે. આ જોડીને મોટા પડદા પર જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. કૃતિ શેટ્ટી આ પહેલા પણ કાર્થિ સાથે કામ કરી ચુકી છે.
15 વર્ષ પહેલા કાર્થિ સાથે કર્યું હતું કામ
આ ફિલ્મ 2010માં રિલીઝ થઈ હતી, જેનું નામ છે 'નાન મહાના અલા'. આ ફિલ્મમાં કાર્થિ સાથે કૃતિ શેટ્ટી એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તે સમયે તે ઘણી નાની હતી અને હવે 15 વર્ષ પછી તે જ સુપરસ્ટાર સાથે લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં બન્ને વચ્ચે રોમાન્સ પણ જોવા મળશે, જેના કારણે આ પ્રોજેક્ટ વધુ રસપ્રદ બન્યો છે. જો કે, આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં યુવા અભિનેત્રીઓને મોટી ઉંમરના હીરો સાથે કાસ્ટ કરવામાં આવી છે.
પ્રથમ બે ફિલ્મો કમાઈ ચૂકી છે 100 કરોડ રૂપિયા
જો કૃતિ શેટ્ટીના કરિયરની વાત કરીએ તો તેણે માત્ર 17 વર્ષની ઉંમરમાં લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે, કારણ કે તેની બે ડેબ્યૂ ફિલ્મો રૂ. 100 કરોડના ક્લબમાં પ્રવેશી હતી. તેણે તેલુગુ ફિલ્મ 'ઉપ્પેના'થી ડેબ્યૂ કર્યું હતું, જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ પછી તેણે ટોવિનો થોમસ સાથે મલયાલમ ફિલ્મ 'ARM'માં કામ કર્યું અને આ ફિલ્મ પણ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ.
Trending Photos