9.8 કરોડ ખેડૂતો માટે ગુડ ન્યૂઝ...આગામી સપ્તાહે ખાતામાં જમા થશે રૂપિયા 22000 કરોડ, આવી ગઈ તારીખ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરમાં એક સમારોહ દરમિયાન 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 22,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. 

9.8 કરોડ ખેડૂતો માટે ગુડ ન્યૂઝ...આગામી સપ્તાહે ખાતામાં જમા થશે રૂપિયા 22000 કરોડ, આવી ગઈ તારીખ

PM Kisan 19th Installment : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે PM કિસાન યોજનાનો 19મી હપ્તો જાહેર કરશે. જેમાં 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં લગભગ 22000 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે આ યોજના અંતર્ગત દર 4 મહિને રૂપિયા 2000 આપે છે. આ રીતે કુલ 3 હપ્તામાં ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાનો લાભ મળે છે.

9.8 કરોડ ખેડૂતોના ખાતામાં 22000 કરોડ રૂપિયા જમા થશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરમાં એક સમારોહ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. તેમણે કહ્યું કે, 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 22,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. 

તેમણે જણાવ્યું કે, 18મા હપ્તો જમા કરવામાં આવ્યો ત્યારે ખેડૂતોની સંખ્યા 9.6 કરોડ હતી, જે હવે વધી ગઈ છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, સરકારે પ્રધાનમંત્રી સમ્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.46 લાખ કરોડ રૂપિયા આપ્યા છે અને આગામી સપતાહમાં 19મો હપ્તો જમા થતાની સાથે જ આ રકમ વધીને 3.68 લાખ કરોડ થઈ જશે.

2019માં શરૂ કરવામાં આવી હતી આ યોજના 

ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવેલી PM-કિસાન યોજના વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના છે અને ખેડૂતોને બિયારણ અને ખાતર ખરીદવા માટે તેમના ખર્ચને પહોંચી વળવામાં મદદ કરે છે. જ્યારે પંજાબમાં વિરોધ કરી રહેલા ખેડૂતો વિશે શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે સરકાર ખેડૂત સમુદાય સાથે વાટાઘાટો કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર ઉત્પાદન વધારવા, ખેડૂતોની આવક વધારવા અને કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news