મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર
રાજકોટ સહિત દેશભરની ઘણી હોસ્પિટલો અને કુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો ઉતારી તેને ઓનલાઈન વેચવાના કેસમાં ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આજે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને 1 માર્ચ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
Trending Photos
અમદાવાદઃ રાજકોટની હોસ્પિટલના વાયરલ વીડિયોનો મામલે ત્રણ આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. પ્રજ્વલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ ભીંસની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી ઉત્તરપ્રદેશ અને બે આરોપી મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે મેટ્રો કોર્ટમાં આરોપીઓને રજૂ કર્યાં હતા. જ્યાં સરકારી વકીલ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
આ અંગે સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિંહાએ મીડિયાને જણાવ્યું કે સીસીટીવી હેક ન થાય તે માટે જાતૃકતા અભિયાન ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ આરોપીઓ ટેલિગ્રામના પ્રીમિયમ ગ્રુપ માટે સબ્સક્રિપ્શન રાખતા હતા. આ આરોપીઓએ અલગ-અલગ ગ્રુપ બનાવ્યા હતા. આ આરોપીઓ અલગ-અલગ વીડિયોના સબ્સક્રિપ્શન માટે પૈસા લેતા હતા.
શું બોલ્યા સરકારી વકીલ
આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલે કોર્ટમાં આરોપીઓના રિમાન્ડની માગ કરતા કહ્યું કે આરોપીઓના ફોનમાંથી 20 ટેલિગ્રામ આઈડી મળી છે. આ લોકો વીડિયોના ગ્રુપમાં એડ કરી 800-1000 રૂપિયામાં ફૂટેજ વેચતા હતા. આ માટે સબ્સક્રિપ્શન પ્લાન શરૂ કર્યો હતો. સરકારી વકીલે કહ્યું કે આ આરોપીઓ સાથે અન્ય કોઈ સંકળાયેલા છે કે કેમ અને બેંક એકાઉન્ટની તપાસ કરવા માટે રિમાન્ડ જરૂરી છે.
આરોપીઓના વકીલે પણ કરી દલીલો
આરોપી પ્રજવલ અને રાજના વકીલે પણ કોર્ટમાં રજૂ કરી હતી. તેમણે કહ્યું કે 17 ફેબ્રુઆરીએ ગુનો દાખલ થયો અને 18 તારીખે ઝડપાયા હતા. ગૃહમંત્રી અને પોલીસ અધિકારીએ આરોપીની અટકાયતની માહિતી બે દિવસ પહેલા આપી હતી. આઈટી એક્ટની 66ઈ અને 67 હેઠળ ગુનો દાખલ થયો છે અને બીજી કલમો પાછળથી ઉમેરી છે. આ આરોપીઓની અટકાયત ગઈકાલે 1.30 કલાકે દેખાડવામાં આવી છે. ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવ્યા નથી.
રાજકોટ: મહિલાઓના અભદ્ર અને નગ્ન વીડિયો વાયરલ કરવાના કેસમાં મોટો ખુલાસો, 60-70 હોસ્પિટલના CCTV કરાયા હતા હેક #payalhospital #rajkot #gujaratinews #zee24kalak pic.twitter.com/DMCoQNLzbn
— Zee 24 Kalak (@Zee24Kalak) February 21, 2025
પ્રયાગરાજના યુટ્યૂબરના મોબાઈલમાંથી કુંભમાં નાહતી મહિલાઓના વીડિયો અપલોડ થયા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. જોકે, આ ઉપરાંત જે બીજા ખુલાસા થયા છે તે વધુ ચોંકાવનારા છે. તપાસમાં સામે આવ્યું કે, મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી છે. 8 મહિનામાં આરોપી પ્રજવલ તેલીએ વીડિયો થકી 1 લાખની કમાણી કરી હતી. 800 થી 2000 રૂપિયામાં તે વીડિયો વેચતો હતો. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ પણ વીડિયો અને ફોટા ઓનલાઈન વેચતો હતો.
હેકરના Ip એડ્રેસ રોમાનીયા અને એન્ટાલિયાના છે. માત્ર રાજકોટની જ નહિ, દેશની 60-70 હોસ્પિટલના વીડિયો હેક કરાયા છે. આરોપીના ટેલિગ્રામમાં 100 થી વધુ સબક્રાઇબર છે. હોસ્પિટલ ઉપરાંત થેટર, મોલ સહિતની મહિલાના વીડિયો મળી આવ્યા છે. પાયલ હોસ્પિટલના ડેટા હેક કરાયા હતા. 2 અલગ અલગ થીયરી પર પોલીસ કામ કરી રહી છે. પ્રથમ થિયરી એ છે કે, પાયલ હોસ્પિટલના cctv ફૂટેજ હેકરે કેવી રીતે હેક કર્યા. બીજી થીયરીમાં ત્રણ આરોપી પાસે વીડિઓ ક્યાંથી અને કેવી રીતે આવ્યા તેની તપાસ ચાલી રહી છે. પાયલ હોસ્પિટલના cctv વીડિયો વર્ષ 2024 માં ફેબ્રુઆરી-માર્ચ માસમાં હેક થયા હતા. હોસ્પિટલમાં દર્દી દ્વારા સારવાર સમયે આક્ષેપ થતા cctv લગાડવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે