Diabetes: સવારે ઉઠતાવેંત ચાવો આ 3 છોડના પાન, બ્લડ શુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહેશે
Diabetes: ડાયાબિટીસમાં જો બ્લડ શુગર હાઈ રહેતું હોય તો શરીર પર ખરાબ અસર પડે છે. તેથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવું હોય તો આ 3 પાન તમને મદદ કરી શકે છે.
Trending Photos
Diabetes: ડાયાબિટીસ ગંભીર અને લાઇલાજ બીમારી છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલમાં રહે તે માટે ઘરેલુ અને દેશી નુસખાની મદદ લઈ શકાય છે. જો સવારના સમયે તમારું બ્લડ સુગર લેવલ વધારે રહેતું હોય તો તમે આ 3 છોડના પાન ચાવીને બ્લડ સુગરને કંટ્રોલ કરી શકો છો. સવારના સમયે આ 3 થી 5 પાન પણ ચાવી લેવામાં આવે તો બ્લડ સુગર સરળતાથી કંટ્રોલમાં આવે છે. આ પાન સવારે ચાવીને ખાવાથી હાઈ બ્લડ પ્રેશરમાં પણ રાહત થાય છે.
બ્લડ શુગર કંટ્રોલ કરશે આ લીલા પાન
તુલસીના પાન
તુલસીના પાન જડીબુટ્ટીની જેમ અનેક રોગમાં ઉપયોગમાં આવે છે. આ પાન ચાવીને ખાવાથી અનેક ફાયદા થાય છે. તુલસીના પાન ચાવીને ખાવાથી ઓરલ હેલ્થ પણ સુધરે છે. સવારે ખાલી પેટ તુલસીના પાન ચાવીને ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. તુલસીના ચારથી પાંચ પાનને સાફ કરીને ચાવીને ધીરે ધીરે સવારે ખાવા.
મીઠો લીમડો
રસોઈમાં વઘારમાં ઉપયોગમાં લેવાતો મીઠો લીમડો ભોજનનો સ્વાદ વધારવાની સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરી શકે છે. મીઠા લીમડાના પાનને ચાવીને ખાવાથી બ્લડ સુગર લેવલને ઘટાડી શકાય છે. આ પાન પાચન સંબંધિત સમસ્યાને પણ દૂર કરે છે. તેનો ઉપયોગ કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે. સવારે ત્રણથી ચાર પાનને ચાવીને ખાવાથી લાભ થાય છે.
કડવો લીમડો
સ્વાદમાં કડવા લીમડાના ફાયદા મીઠા છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડો સૌથી બેસ્ટ છે. સવારે ખાલી પેટ તેને ચાવીને ખાવાથી બ્લડ સુગર લેવલને ઘટાડી શકાય છે. આ પાનનો રસ કાઢીને પણ પી શકાય છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ થશે અને બેડ કોલેસ્ટ્રોલ લેવલ પર ઘટવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે