Lukewarm Water: ફુલીને ફુગ્ગા જેવું થયેલું પેટ પણ થઈ જશે ફ્લેટ, જો આ પાણી પીવાનું કરી દેશો શરુ
Lukewarm Water: વજન વધી જાય તેની પાછળ જીવનશૈલી જવાબદાર હોય છે. લોકો ખાવા પીવાની બાબતોમાં કેટલીક બેદરકારી રાખે છે જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે. આવી જ એક ખોટી આદત છે ઠંડુ પાણી પીવાની. ઠંડુ પાણી પીવાથી શરીરનું વજન ઝડપથી વધે છે.
Trending Photos
Lukewarm Water: આજના સમયમાં મોટાભાગના લોકો સ્થૂળતાના કારણે પરેશાન છે. વધારે વજન ગંભીર બીમારીઓનું કારણ બને છે. વજન વધી જાય તેની પાછળ જીવનશૈલી જવાબદાર હોય છે. લોકો ખાવા પીવાની બાબતોમાં કેટલીક બેદરકારી રાખે છે જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે. આવી જ એક ખોટી આદત છે ઠંડુ પાણી પીવાની. ઠંડુ પાણી પીવાથી શરીરનું વજન ઝડપથી વધે છે.
આ પણ વાંચો:
ઘણા લોકો વજન ઘટાડવા માટે ડાયટ ફોલો કરે છે. સાથે જ જીમમાં જઈને કસરત પણ કરે છે પરંતુ તેમ છતાં તેમના શરીરમાંથી ચરબી ઓછી થવાનું નામ નથી લેતી. આમ થવાનું મુખ્ય કારણ હોય છે લોકોની ખાવા પીવાની આદત. ખાસ કરીને જે લોકો ઠંડુ પાણી વધારે પીતા હોય છે તેમનું વજન ઝડપથી ઘટતું નથી. એક રિપોર્ટ અનુસાર જે લોકોએ વજન ઝડપથી ઘટાડવું હોય તેમણે હૂંફાળું પાણી પીવાનું રાખવું જોઈએ.
વજન ઝડપથી ઘટાડવું હોય તો સૌથી પહેલા ફ્રિજનું પાણી પીવાનું બંધ કરવું જોઈએ. વિષ્ણુ ઠંડુ પાણી પીવાથી પાચન ક્રિયા ઉપર પણ અસર પડે છે. ખાધેલો ખોરાક બચાવવામાં ઠંડા પાણીના કારણે વિક્ષેપ ઊભો થાય છે. ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. જેના કારણે ખોરાકનું પાચન થતું નથી અને શરીરમાં ચરબી વધે છે.
આ પણ વાંચો:
સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે સવારના સમયે હૂંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જે લોકો સવારે હૂંફાળું પાણી પીવે છે તેમની પાચન શક્તિ પણ સારી રહે છે અને શરીરમાં ચરબી વધતી અટકે છે. શરીરમાં જો ફેટનું પ્રમાણ વધારે હોય તો હુંફાળું પાણી પીવાનું રાખવું જોઈએ તેનાથી શરીરનું ફેટ ઓગળવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે