Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર...કુલદીપ-હાર્દિક ચમક્યા
Ind vs Pak : ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ-પ્રોફાઈલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 241 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો છે.
Trending Photos

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ રીતે રોહિત શર્માની ટીમને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. તેના સિવાય મોહમ્મદ રિઝવાને 46, ખુશદિલ શાહે 38 અને બાબર આઝમે 23 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાને 2 સફળતા મળી છે. અક્ષર પટેલ, હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.
જો ભારત પાકિસ્તાન સામેની આ મેચ જીતી જાય છે, તો તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે જ વર્તમાન ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમની સફરનો અંત આવશે. પાકિસ્તાને તેની ટીમમાં એક ફેરફાર કર્યો હતો. ઈજાગ્રસ્ત ફખર ઝમાનની જગ્યાએ ડાબોડી બેટ્સમેન ઈમામ ઉલ હકને મોકો આપ્યો હતો. જો કે તે કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 10 રન બનાવીને રન આઉટ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે