SBI અને PNB પછી હવે આ બેન્કે પણ કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક

Bank Home Loan: RBIએ પાંચ વર્ષના અંતરાલ બાદ ગત 7 ફેબ્રુઆરીએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 6.25 ટકા કર્યો હતો. આ દર પર બેન્કો કેન્દ્રીય બેન્ક પાસેથી લોન લે છે.

SBI અને PNB પછી હવે આ બેન્કે પણ કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક

Bank Of Maharashtra Home Loan: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ મહારાષ્ટ્રે તેની રિટેલ, હોમ અને કાર લોનમાં ઘટાડાની જાહેરાત કરી છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ પંજાબ નેશનલ બેન્ક (PNB)એ હોમ રિટેલ અને કાર લોન પરના વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો.

RBIએ પાંચ વર્ષના અંતરાલ બાદ ગત 7 ફેબ્રુઆરીએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 6.25 ટકા કર્યો હતો. આ દરે બેન્કો કેન્દ્રીય બેન્ક પાસેથી લોન લે છે. BOM દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટાડા બાદ હોમ લોન માટે તેનો બેન્ચમાર્ક રેટ ઘટીને 8.10 ટકા થઈ ગયો છે, જે બેન્કિંગ ઉદ્યોગમાં સૌથી નીચો દર છે.

કાર લોન હવે 8.45% વ્યાજ દરે
આ સાથે કાર લોન પર વ્યાજ દર ઘટીને 8.45 ટકા થઈ ગયો છે. જ્યારે એજ્યુકેશન લોન અને રેપોથી જોડાયેલ લોન દર (RLLR)માં એક ચોથાઈ ટકાનો ઘટાડો આવ્યો છે. બેન્કે પહેલાથી જ હોમ અને કાર લોન પર પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે.

PNBએ પણ વ્યાજદરમાં કર્યો હતો ઘટાડો 
પંજાબ નેશનલ બેન્ક (PNB)એ ગુરુવારે હોમ અને કાર લોન સહિત રિટેલ લોન પરના વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. PNB મુજબ સુધારેલા દરો હોમ લોન, કાર લોન, શિક્ષણ અને વ્યક્તિગત લોન સહિત વિવિધ ઉત્પાદનો પર લાગુ થશે, જે સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને વિવિધ ફાઇનાન્સિંગ વિકલ્પો મળતા રહે છે.

પ્રી-પ્રોસેસિંગ ફી અને ડોક્યૂમેન્ટેશન ફીની સંપૂર્ણ માફી
વ્યાજ દરોમાં ઘટાડા પછી PNBએ વિવિધ યોજનાઓ હેઠળ હોમ લોનના દરમાં સુધારો કરીને 8.15 ટકા કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "ગ્રાહકો 31 માર્ચ 2025 સુધી પ્રી-પ્રોસેસિંગ ફી અને દસ્તાવેજીકરણ ફીની સંપૂર્ણ માફીનો લાભ લઈ શકે છે." પરંપરાગત હોમ લોન યોજનામાં વ્યાજ દર વાર્ષિક 8.15 ટકાથી શરૂ થાય છે અને માસિક હપ્તો રૂ. 744 પ્રતિ લાખ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news