અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત

Surendranagar Accident: અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 મુસાફરોના કરુણ મોત નિપજ્યા છે. 

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત

Surendranagar Accident: અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 મુસાફરોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, હાઈવે પર ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. 

મૃતકઆંક વધવાની શક્યતા
અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી છે. મૃતદેહો ટ્રાવેલ્સમાંથી બહાર કાઢવાના કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાનગી ટ્રાવેલ્સમાં સવાર અન્ય 10 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને એમ્યુબલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં મૃતકઆંક વધવાની શક્યતા છે.

પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. અકસ્માતના કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news