યુવરાજસિંહ જાડેજાનો સૌથી મોટો ધડાકો, 'આગામી દિવસોમાં ગુજરાત ફાઈલનું વધુ એક મોટું ચેપ્ટર ખુલશે'

યુવરાજસિંહે ફરી મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ઋષિ અરવિંદ બારૈયાએ પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે.

 યુવરાજસિંહ જાડેજાનો સૌથી મોટો ધડાકો, 'આગામી દિવસોમાં ગુજરાત ફાઈલનું વધુ એક મોટું ચેપ્ટર ખુલશે'

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યના ચકચારી ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ ફરી એકવાર મીડિયા સામે આવીને મોટો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત સમન્સ મામલે આવતીકાલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાનું પણ જણાવ્યું હતું અને તેમના તમામ જવાબ આપશે. ડમીકાંડ મામલે મોટા નેતાઓના નામ સાથે ખુલાસો કરીશ. નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે અને મારી પાસે આ વાત સાબિત કરવાના તમામ પુરાવા છે. તેમણે જણાવ્યું કે મારા પર આક્ષેપો નામ છુપાવવા માટે લાગી રહ્યા છે, ડમી કાંડમાં બે નામ મારી પાસે હતી તે જાહેર કરું છું.

યુવરાજ સિંહે સ્પર્ધાત્મક પરીક્ષા ઉપરાંત ધોરણ 12માં પણ ડમી કાંડના પુરાવા જાહેર કર્યા છે. ઋષિ બારૈયા નામના ડમી વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવાની કબૂલાત કરતો વીડિયો પણ યુવરાજે જાહેર કર્યો છે. ઋષિ બારૈયાએ અમરેલીની તુન્ની વિદ્યામંદિર શાળામાં બોર્ડની પરીક્ષા આપી હતી. આ સિવાય અન્ય એક વિદ્યાર્થીનું નામ પણ યુવરાજે જાહેર કર્યું છે. તેમણે PKના કહેવાથી પરીક્ષા આપી હતી.

યુવરાજે આરોપ લગાવ્યો છે કે ડમી કાંડમાં નાની માછલીઓ નહી મોટા મગરમચ્છ સંડોવાયેલા છે. એમનાં નામ આવતી કાલે યુવરાજસિંહ જાહેર કરશે. યુવરાજસિંહે દાવો કર્યો છે કે ગુજરાત બોર્ડની પરીક્ષામાં ડમી કાંડ 2004 થી ચાલી રહ્યો છે એટલે કે છેલ્લાં 19 વર્ષથી ગુજરાતમાં ભૂતિયા ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે અને મુન્નાભાઈઓ પાસ થઈને આગળ વધી રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત ફાઈલનું વધુ ચેપ્ટર ખુલશે.

બે નામનો ખુલાસો કર્યો
યુવરાજસિંહે ફરી મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ઋષિ અરવિંદ બારૈયાએ પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે, મેં ઋષિની માતાએ વિનંતી કરી હતી એટલે માનવતાના ધોરણે નામ જાહેર નહોતું કર્યું. મે જાહેર કરેલો ઋષિનો વિડિયો ગામના સરપંચ અને પંચની હાજરીમાં તેણે આપેલી કબૂલાતનો છે. ભૂતકાળમાં પોલીસે હાથ ચાલાકી કરી છે, આશા રાખીએ કે પોલીસ આ વખતે એવું નહિ કરે. 

તેમણે જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નાની માછલીઓ નહીં મોટા મગરમચ્છો છે. મારી પાસે તમામ આધાર પુરાવા છે. મને ખોટી રીતે ફસાવશો તો કાયદાકીય લડત લડીશ. આ બાબત દબાવવા માટે મને ઓફર થયેલી. મારી પાસે વીડિયો અને ઓડિયો પુરાવા છે. યુવરાજે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ફાઈલનું વધુ ચેપ્ટર ખુલશે.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે મોટા નેતા અને મંત્રીઓના નામ જાહેર કરીશ. ભાવનગર SIT સમક્ષ નેતાઓ અને મંત્રીઓના નામ જાહેર કરીશ. મંત્રી અને નેતાઓના પણ નિવેદન લેવાવા જોઇએ. મને ડિનર માટે બોલાવવામાં આવ્યો હતો. ગઈકાલે ચક્કર આવ્યા અને મૂર્છા આવી જતા SOG સમક્ષ હાજર થઈ શક્યો નહોતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચકચારી ડમી ઉમેદવાર કૌભાંડમાં ભાવનગર એસઓજીના તેડાને પગલે હાજર થવા યુવરાજસિંજ જાડેજા ભાવનગર પહોંચ્યા હતા. આ તકે તેમણે કહ્યું કે મેં નામો જાહેર કર્યા બાદ તપાસ કરવી એ પોલીસની ફરજ છે. પરંતુ કૌભાંડ ઉજાગર થતાની સાથે જ તેમના પર જે રૂપિયા લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તદ્દન ખોટો છે. આ અંગે આજે પોલીસ પૂછપરછ માં તમામ બાબતો પોલીસ સમક્ષ રજૂ કરીશ. આજે જો પોલીસનું તેંડુ ન આવ્યું હોત તો હું હજુ બીજા કૌભાંડની પાછળ લાગેલો છું એટલે કે ફોરેસ્ટના અને પોસ્ટની ભરતી કૌભાંડનો હવે તેઓ પર્દાફાશ કરવા જઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું.

તેઓ જ્યારે આ મુજબ કામગીરી કરી રહ્યા છે ત્યારે કૌભાંડીઓ દ્વારા તેમના પરિવારજનોને ધમકી આપવામાં આવી રહી છે, જેમાં યુવરાજસિંહ સવારે ભાવનગર પહોંચ્યા બાદ બપોરે 1 વાગ્યા સુધી એસઓજી સમક્ષ હાજર ન થયા હતા. પોલીસ રાહ જોઈ રહી હતી તે દરમ્યાન બપોરે 1 વાગે તેમના પત્નીએ ટ્વીટ કરી ડીહાઇડ્રેશનના કારણે તેને ચક્કર આવતા હોય આજે હાજર નહિ રહી શકે અને 10 દિવસનો જવાબ માટે સમય માંગ્યો હતો. જોકે સમન્સ બાદ હાજર ન રહેનાર યુવરાજસિંહને 21 તારીખે ફરી હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news