ગુજરાતમાં સુરક્ષીત નથી મહિલા, આ આંકડાઓ જોઇ તમારો ભ્રમ જરૂર ભાંગી જશે
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 દિવસમાં ગુજરાતમાં 24થી વધારે બળાત્કારની ઘટનાઓ બની છે
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 દિવસમાં ગુજરાતમાં 24થી વધારે બળાત્કારની ઘટનાઓ બની છે. નાની બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનઓ બની રહી છે, છતાં સરકાર કહે છે કે સબ સલામત છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ જોઈએ તો રાજ્યમાં મહિલાઓ ઉપર બની રહેલા અત્યાચાર અને બળાત્કારના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં મહિલાઓ અસલામત છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓમાં બમણો વધારો થયો છે. સાથે સાથે ગુજરાતમાં મહિલાઓ ગુમ થવાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની છેડતીના કેસોમાં પણ વધારો થયો છે. જે ગુજરાત માટે ચિંતાજનક છે. સરકાર દ્રારા મહિલા સુરક્ષા માટે ગંભિર પગલાં લેવાવા જોઈએ તે લેવાતા નથી.
સરકારનું ગૃહ વિભાગ અસંવેદનશીલ છે અને ગૃહ વિભાગની કામગીરી નિષ્ક્રીય હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજ્યના ગૃહ પ્રધાનના નિવેદનનો જવાબ આપતાં તેમણે કહ્યુ કે રાજ્યના ગૃહમંત્રીનુ છ મહિના પહેલા પણ આવુ જ નિવેદન હતુ. જ્યાર ઘટના બને ત્યારે માત્ર નિવેદન આપવામાં આવે છે પરિવાર પર શું વિતે છે તે સરકાર વિચારી સંવેદનશીલ બને.અને કડકમાં કડક પગલા ઉઠાવે તે જરૂરી છે.
મહિલા પર થતા બળાત્કારોનાં આંકડાઓ | |
વર્ષ | બળાત્કારના કેસ |
2009-10 | 427 |
2010-11 | 402 |
2011-12 | 488 |
2012-13 | 628 |
2013-14 | 751 |
2014-15 | 887 |
2015-16 | 923 |
2016-17 | 936 |
2017-18 | 936 |
PM મોદીનું સપનું રોળશે ઉદ્ધવ ઠાકરે? બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે મહારાષ્ટ્ર સરકાર
ગુજરાતમાં મહિલાઓની છેડતીનાં કિસ્સા | |
વર્ષ | છેડતીના કેસો |
2013-14 | 1297 |
2014-15 | 1235 |
2015-16 | 1241 |
2016-17 | 1192 |
2017-18 | 1335 |
Live: વડોદરા ક્રાઇમ બ્રાંચે દુષ્કર્મનાં આરોપીઓનો નવો સ્કેચ જાહેર કર્યો
મહિલા ગુમ થયાના આંકડા | |
વર્ષ |
ગુમ થયાનો આંકડો |
2013-14 | 5069 |
2014-15 | 4967 |
2015-16 | 5154 |
2016-17 | 5609 |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે