અનલોક-2 અંગે આજે લેવાશે નિર્ણય, CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનો પ્રારંભ

અનલોક-2 અંગે આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી અંબાજી માતાજીના દર્શન કરી સીધા કેબિનેટ બેઠકમાં હાજરી આપવા પહોંચી ગયા છે. કેબિનેટ બેઠકમાં હાજરી આપવા આવતા મંત્રીઓ અને અધિકારીઓના ચહેરા પર માસ્ક જોવા મળ્યા હતા.

અનલોક-2 અંગે આજે લેવાશે નિર્ણય, CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનો પ્રારંભ

ગાંધીનગર: અનલોક-2 અંગે આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી અંબાજી માતાજીના દર્શન કરી સીધા કેબિનેટ બેઠકમાં હાજરી આપવા પહોંચી ગયા છે. કેબિનેટ બેઠકમાં હાજરી આપવા આવતા મંત્રીઓ અને અધિકારીઓના ચહેરા પર માસ્ક જોવા મળ્યા હતા. ગત કેબિનેટ બેઠકમાં મંત્રી ઈશ્વર પટેલ માસ્ક વગર આવ્યા બાદ મીડીયાએ લીધી નોંધ હતી. ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાએ રૂપિયા 200નો દંડ પણ કર્યો હતો.
 
આજ યોજાઇ રહેલી કેબિનેટની બેઠકમાં કોરોના સંક્રમણને લઇને કોવિડ લેબ ટેસ્ટના ભાવ વધારા મુદ્દે ચર્ચા થઇ શકે છે. સાથે સુરત અને અમદાવાદમાં વધતા જતા કેસ અંગેની સમીક્ષા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક-1માં સરકારે મોટાભાગના વેપાર-ધંધા તેમજ મંદિર, હોટલ, રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી હતી. 

આજની બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે અને આ અંગે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવશે, અને ત્યારબાદ અનલોક-2 અંગે ગુજરાત સરકાર નિર્ણય લેશે. 

અનલોક-1 બાદ કોરોના સંક્રમણમાં પણ વધારો જોવા મળ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરામાં કેસની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. ખાસ કરીને જે જગ્યા પર પહેલા કેસ સૌથી ઓછા હતા ત્યાં આજે કોરોના દર્દીઓ સતત વધી રહ્યા છે. તો હવે અનલોક-2માં સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે મિટીંગ બાદ ખબર પડશે. 

આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ તેની જાહેરાત કરાશે.  ગુજરાતમાં સમયસર વરસાદ શરૂ થયો છે આ ઉપરાંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે તેથી આજની બેઠકમાં ખેડૂતોને સમયસર તથા યોગ્ય પ્રમાણમાં ખાતર સહિતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે પણ ચર્ચા વિચારણા થાય તેવુ મનાઈ રહયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજયની વર્તમાન સ્થિતિને જોતાં ગુજરાતમાં રાત્રિ કફર્યુ યથાવત રહેશે એમ લાગી રહ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક નિર્ણયો લેવામાં આવે તેવુ ચર્ચાઈ રહયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news