Dy.SP એ વાળ ખેંચતા આદિવાસીઓએ મુંડન કરાવ્યું, નિમિષા સુથારનો થઇ રહ્યો છે વિરોધ

જિલ્લાના લીમખેડા ખાતે ગઇકાલે દાહોદ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોડલ સ્કુલ લીમખેડા ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું. જ્યાં રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર પણ હાજર હતા. જેનો આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરાયો હતો. આ બાબતે પોલીસ દ્વારા કેટલાક આદિવાસી સમાજના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ મથકે લઇ જવાયો હતો. આ બાબતે પોલીસ દ્વારા કેટલાક આદિવાસી સમાજના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ મથકે લઇ જવાયા હતા. 
Dy.SP એ વાળ ખેંચતા આદિવાસીઓએ મુંડન કરાવ્યું, નિમિષા સુથારનો થઇ રહ્યો છે વિરોધ

દાહોદ : જિલ્લાના લીમખેડા ખાતે ગઇકાલે દાહોદ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોડલ સ્કુલ લીમખેડા ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું. જ્યાં રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર પણ હાજર હતા. જેનો આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરાયો હતો. આ બાબતે પોલીસ દ્વારા કેટલાક આદિવાસી સમાજના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ મથકે લઇ જવાયો હતો. આ બાબતે પોલીસ દ્વારા કેટલાક આદિવાસી સમાજના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ મથકે લઇ જવાયા હતા. 

જ્યાં ડીવાયએસપી દ્વારા અટકાયત કરાયેલા આદિવાસી કાર્યકર્તાઓ સાથે ગેરવર્તણુંક કરીને માર મારવામાં આવ્યો હતો. તેમના વાળ ખેંચવામાં આવ્યા હતા. જેના પગલે આદિવાસી કાર્યકરોમાં ભારેલા અગ્નિની સ્થિતિ સર્જાઇ છે. શુક્રવારે દાહોદ શહેરમાં જેટલા લોકોનાં વાળ ડીવાયએસપીએ પકડ્યાં હતા તે તમામ લોકોએ મુંડન કરાવ્યું હતું. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજુઆત કરી હતી. આ ઉપરાંત ડીવાયએસપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. 

રાજ્યમંત્રી નિમિષાબેન સુથારનું આદિજાતીનું પ્રમાણપત્ર ખોટા હોવાના આક્ષેપ સાથે દાહોદ, પંચમહાલ અને મહીસાગરના આદિવાસી સમાજ દ્વારા નિમિષાબેન સુથારનો આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે તેમને મંત્રીપદથી દુર કરવા માટે ઉચ્ચ સ્તરેથી રજુઆતો કરવામાં આવી રહી છે. આ અનુસંધાને નિમિષા સુથાર જ્યારે દાહોદ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી કરવા માટે પહોંચ્યા ત્યારે સ્થાનિક આદિવાસી સમાજ અને સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news