મૂળ ભાદરણના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા FBI ચીફના શપથ, પાટીદારને કેમ મળ્યું આ પદ? જાણો કારણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામના કાશ પટેલ (કશ્યપ પટેલ)ને એફબીઆઈના ચીફ બનાવ્યા છે. કાશ પટેલે શનિવારે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ખાસ જાણો તેના ગુજરાત કનેક્શન વિશે...

મૂળ ભાદરણના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા FBI ચીફના શપથ, પાટીદારને કેમ મળ્યું આ પદ? જાણો કારણ

ભારતીય મૂળના કાશ પટેલે અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના વડાનું પદ સંભાળી લીધુ છે. શનિવારે આયોજિત શપથગ્રહણ સમારોહમાં તેમણે ભગવદ્ ગીતા પર હાથ રાખીને પદ અને ગોપનીયતાના શપથ લીધા. તેઓ એફબીઆઈનું નેતૃત્વ કરનારા નવમાં વ્યક્તિ બન્યા છે. વોશિંગ્ટન ડીસી સ્થિત આઈજનહાવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં યોજાયેલા આ સમારોહમાં અમેરિકી એટોર્ની જનરલ પેમ બોન્ડીએ તેમને શપથ અપાવ્યા. કાશ પટેલનો પરિવાર મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામનો છે. 

ટ્રમ્પના નીકટના...એજન્ટો વચ્ચે લોકપ્રિય
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિયુક્તિના ભરપેટ વખાણ  કર્યા. તેમણે કહ્યું કે એફબીઆઈ એજન્ટો વચ્ચે પટેલની લોકપ્રિયતા જોતા આ નિર્ણય લેવો સરળ રહ્યો. ટ્રમ્પે તેમને મજબૂત અને દ્રઢ વિચારોવાળા ગણાવતા કહ્યું કે આ પદ પર તેઓ ઉત્તમ કામ કરશે. બીજી બાજુ પૂર્વ કોંગ્રેસ સભ્ય ટ્રે ગૌડીએ પણ પટેલની કાબેલિયતને વખાણી અને કહ્યું કે લોકો તેમની યોગ્યતાને ઓછી આંકે છે. 

Source: US Network Pool via Reuters pic.twitter.com/c5Jr0ul1Jm

— ANI (@ANI) February 21, 2025

સેનેટની 51-49ની મળી મંજૂરી
કાશ પટેલની નિયુક્તિને લઈને અમેરિકી સેનેટમાં 51-49 મતોથી મંજૂરી મળી. જો કે રિપબ્લિકન પાર્ટીના 2 સેનેટર સુસાન કોલિન્સ (મેન) અને લિસા મુર્કોવ્સ્કી (અલાસ્કા)એ ડેમોક્રેટ્સ સાથે મળીને તેમના વિરુદ્ધ મતદાન કર્યું. આમ છતાં પટેલને આ મહત્વપૂર્ણ પદ મેળવતા રોકી શક્યા નહીં. 

ગુજરાતથી આફ્રીકા અને પછી અમેરિકા
કાશ પટેલનો પરિવાર મૂળ રીતે ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામથી છે. લગભગ સાત આઠ દાયકા પહેલા તેમનો પરિવાર યુગાન્ડા ગયો હતો. 1970માં યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીન દ્વારા ભારતીયોને કાઢી મૂકવામાં આવ્યા બાદ તેમનો પરિવાર થોડા સમય માટે ભારત પાછો ફર્યો અને પછી કેનેડા અને ત્યારબાદ અમેરિકા જતો રહ્યો. 1980માં ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલ પાટીદાર સમુદાયના છે. 

કાશ પટેલ (કશ્યપ પટેલ)નું ભાદરણ ખાતે મહાદેવવાળા ફળિયામાં પૈતૃક મકાન પણ હતું. તેમના દાદા રમેશભાઈ પટેલ સાતથી આઠ દાયકા પહેલા આફ્રિકાના યુગાન્ડા ગયા હતા. ભાદરણમાં કાશ પટેલની નિમણૂકને લઈને ઉત્સાહનો માહાલ છે. 

કાનૂની અભ્યાસ, એફબીઆઈમાં મહત્વના પદે
કાશ પટેલ વ્યવસાયે વકીલ છે અને તેમણે રિચમંડ યુનિવર્સિટીથી સ્નાતકનો અભ્યાસ કરેલો છે. ત્યારબાદ તેમણે ન્યૂયોર્કમાં કાનૂનની ડિગ્રી મેળવી અને યુનિવર્સિટી કોલેજ લંડનથી આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રમાણપત્ર મેળવ્યું. તેઓ પૂર્વમાં કાર્યવાહક રક્ષામંત્રી ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. રમતોમાં તેમને આઈસ હોકીમાં રસ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news