રાજકોટ હાઈપ્રોફાઈલ સ્યૂસાઈડ કેસ : મહેન્દ્ર ફળદુની સ્યૂસાઈડ નોટનું ચોથુ પાનુ ગાયબ, આખરે કોણે કર્યું આ કામ
આત્મહત્યા કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યુ છે કે, સ્યૂસાઈડ નોટનુ ચોથુ પાનુ ગાયબ છે. જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે
Trending Photos
ગૌરાંગ દવે/રાજકોટ :રાજકોટના જાણીતા કડવા પાટીદાર આગેવા અને એડવોકેટ મહેન્દ્રભાઈ ફળદુના આપઘાતથી ખળભળાટ મચ્યો છે. આપઘાત કેસમાં આરોપ સાથે ગંભીર ખુલાસ થયા છે. કુલ 33 કરોડની મિલકતોની દસ્તાવેજોને લઈને તેમણે મોટુ પગલુ ભર્યુ હતું. ત્યારે આપઘાત પહેલાની મહેન્દ્ર ફળદુની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં એમ.એમ. પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા અને ઓઝોન ગ્રૃપના ડાયરેક્ટરો પર ગંભીર આક્ષેપ કર્યા છે. જેથી 7 લોકોએ રૂપિયા ન આપતા આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
સ્યૂસાઈડ નોટનું ચોથુ પાનુ ગાયબ
મોત પહેલા મહેન્દ્ર ફળદુએ લાંબી સ્યૂસાઈડ નોટ લખી હતી. તેણે આ સ્યૂસાઈડ નોટ પોતાના સંબંધીઓને સ્યૂસાઈડ નોટ મોકલી હતી. તેમજ મીડિયાને પણ સ્યૂસાઈડ નોટ મોકલી હતી. જેથી તેમની સાથે થયેલી છેતરામણી બહાર આવે. તેમની આત્મહત્યા કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યુ છે કે, સ્યૂસાઈડ નોટનુ ચોથુ પાનુ ગાયબ છે. જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. આખરે આ ચોથા પાનામા શુ હતુ અને આ પાનુ કોને ગાયબ કર્યુ તેવા અનેક સવાલો પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે. બીજી તરફ, પોલીસના જણાવ્યા મુજબ મહેન્દ્રભાઈએ 10 વાગ્યા પહેલા કોઇપણ સમયે આપઘાત કરી લીધો હતો જ્યારે મીડિયાના લોકોને મહેન્દ્રભાઈના પર્સનલ મોબાઈલમાંથી 11 વાગ્યા બાદ પ્રેસનોટ મળી છે. આ ભેદી રહસ્ય હોય તેમ મહેન્દ્રભાઈનો ફોન તપાસ માટે એફએસએલમાં મોકલાયો છે.
તપાસ SIT ને સોંપાવામાં આવી
આપઘાત કેસની તપાસ હવે SIT ને સોંપાવામાં આવી છે. જેમાં DCP મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ACP પી.કે.દિયોરા, એક PI, એક PSI તપાસ કરશે..તો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયેલા 7 લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. જેમાં એમ.એમ. પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, દિપક મણિલાલ પટેલ, પ્રણય કાંતિલાલ પટેલ, જયેશ કાંતિલાલ પટેલ અને પ્રકાશ ચંદુલાલ પટેલ સામે ફરિયાદ કરવામાં આવી છે.
આરોપીના નામ
1) એમ.એમ. પટેલ
2) અમિત ચૌહાણ
3) અતુલ મહેતા
4)દિપક મણિલાલ પટેલ
5)પ્રણય કાંતિલાલ પટેલ
6)જયેશ કાંતિલાલ પટેલ
7)પ્રકાશ ચંદુલાલ પટેલ
રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ ઝાલાએ જણાવ્યુ કે, મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસમાં કુલ 7 શખ્સો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદના 5 શખ્સો અને રાજકોટના 2 શખ્સોનું નામનો ફરિયાદમાં ઉલ્લેખ છે. કુલ 4 ટીમો બનાવીને પોલીસે તપાસ શરૂ કરી છે. 2007 માં મરનાર મહેન્દ્રભાઈ ફળદુ અને તેના પાર્ટનરોને ઓઝોન ગ્રુપના પાર્ટનરો સાથે MOU થયા હતા. પોલીસે ડિજીટલ એવિડન્સ એકત્ર કર્યા છે. પ્રેસનોટમાં ચોથું પાનું નહિ હોય તેવું હાલ અમે માની રહ્યા છીએ. જેનું કારણ એ છે કે, મોબાઈલમાંથી માત્ર 3 જ ફોટા મળ્યા છે. 7 લોકોએ મહેન્દ્રભાઈને રૂપિયા પરત નહિ આપતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. પ્રેસનોટ મોબાઈલમાં હોવાનું તેમણે ટેબલ પર પડેલી ચિઠ્ઠીમાં લખ્યુ હતું. ઓફિસમાં ઓફિસ ખોલનાર વ્યક્તિએ મૃતક મહેન્દ્રભાઇના ભાઈ અને પુત્રને જાણ કરી હતી. સમગ્ર કેસની તપાસ રાજકોટ પોલીસ દ્વારા જ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચની 1 ટિમ અમદાવાદ તપાસ માટે રવાના કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે