'તું મને શું આપીશ, તારો પિતા મને રોટલો-આશરો આપે છે, તેણે તારી સાથે શરીરસંબંધ બાંધ્યો તે કોઈને કહીશ તો...'
વેલેન્ટાઈન ડેના સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં સગીરા સાથે તેના સાવકા પિતાએ પણ થોડા સમય પહેલા દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સાવકા પિતાના મિત્રએ પણ સગીરા પાસે બીભત્સ માંગણી કરી હતી.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં વેલેન્ટાઈન ડેના સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. સગીરા સાથે તેના જ સાવકા પિતાએ પણ થોડા સમય પહેલા દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં સાવકા પિતાના મિત્રએ પણ સગીરા પાસે બીભત્સ માંગણી કરી હોવાનું ખુલ્યું છે. આ વાત તેની માતા પણ જાણતી હોવા છતાં ફરિયાદ કરવાના બદલે જો કોઈ ને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સમગ્ર મામલો ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચતા ભોગ બનનાર સગીરાની માતા, સાવકા પિતા અને સાવકા પિતાના મિત્ર સામે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે આરોપી સાવકા પિતા અને તેના મિત્રની ધરપકડ કરી સગીરાની માતાની શોધખોળ હાથ ધરી છે.
- રાજકોટમાં સગીરાને વેલેન્ટાઈન ડે ઉજવણી પડી ભારે !..
- સગીરની પોલીસ તપાસમાં આવ્યો નવો વળાંક !...
- સાવકા પિતાએ પણ લૂંટયું હતું કાશળ..
- સાવકા પિતા અને તેના મિત્રની પોલીસે કરી અટકાયત..
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગત 14 ફેબ્રુઆરીના રોજ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનાર સગીરાની પોલીસ પુછપરછ કરતા તેની સાથે તેના સાવકા પિતાએ પણ તેની સાથે એક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં તેના સાવકા પિતાના મિત્રએ પણ બીભત્સ માંગણી કરી હતી.
આ વાત માતાને કરતા માતાએ સગીરાને સાથે આપી ફરિયાદ નોંધાવવા બદલે સાવકા પિતા સાથે મળી વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ભોગ બનનાર સગીરાએ પોલીસને કહેતા પોલીસે વિડીયોગ્રાફી સાથે ભોગ બનનાર સગીરાની ફરિયાદ પરથી તેના સાવકા પિતા, માતા અને સાવકા પિતાના મિત્ર સામે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી સાવકા પિતા, અને સાવકા પિતાના મિત્ર ધરપકડ કરી તેની માતાની શોધખોળ હાથ ધરી છે.
કેવી રીતે ઘટના આવી સામે ?
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, ગત 14 ફેબ્રુઆરીના રોજ સગીરાને સ્નેપચેટમાં મિત્ર બનેલા સગીરે તેના બે અન્યો મિત્ર સાથે ગાડીમાં બેસાડી રાજકોટના રૈયા રોડ પર ફરવા લઇ ગયો હતો. આ પછી રૈયા રોડ ઉપર ત્રણેય શખ્સો સગીરાને લઇ કાળા કાચ વાળી વરના કારમાં જતા હતા. દરમિયાન આલાપ ગ્રીન સીટી પાસે બન્ને મિત્રોને સગીરે નાસતો લેવા જવાનું કહી કારમાંથી નીચે ઉતારી દીધા હતા. અને ત્યાર બાદ પેટ્રોલ પંપ નજીકના ભાગે કાર લઈ જઈ સગીર આરોપીએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ પછી કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગભરાઈ ગયેલી સગીરાએ ત્યારે કોઈ પ્રતિકાર કર્યો ન હતો બાદમાં આ ત્રિપુટી સગીરાને ઘર પાસે મુકી ભાગી ગયા હતા.
જે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સગીર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસે સગીરાની પૂછપરછ કરતા સગીરા સાથે પહેલા પણ આવું થયું હોવાનું નિવેદન આપ્યું હતું. જેમાં સગીરાએ સાવકા પિતાએ જ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું કહેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા સગીરા પાસે સાવકા પિતાના મિત્રએ પણ બીભત્સ માંગ કરી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની ગંભીરતા પોલીસે લઈ સાવકા પિતા, માતા અને સાવકા પિતાના મિત્ર સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
સગી જનેતાએ પુત્રીને ધમકી આપી હતી કે, તું મને શું આપીશ, આ તારો પિતા મને રોટલો અને આશરો આપે છે, તું મરી જા તો પણ મને ફર્ક પડતો નથી, તેણે તારી સાથે શરીરસંબધં બાંધ્યા તે અંગે કોઈને જાણ કરીશ તો તને મારી નાખીશ. તેવી ધમકી આપી હતી. જોકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર.મેઘાણીએ સગીરાને એકલી બેસાડી વિશ્વાસમાં લઇ પૃચ્છા કરી હતી. સગીરાએ તે સમયે જ તા.6ના તેના પિતાએ તેના પર દુષ્કર્મ આચર્યાની અને તેના પિતાના મિત્રએ અડપલાં કર્યાની રાવ કરી હતી.
સગીરાએ એ દિવસે એમ પણ કહ્યું હતું કે, તેના કુટુંબમાં લગ્ન હોવાથી આ અંગે બે દિવસ બાદ ફરિયાદ કરવા આવશે, ત્યારબાદ ઘરે જતાં તેના માતા અને સાવકા પિતાએ સગીરાને ધમકાવી હતી અને મીડિયા સમક્ષ રજૂ થઇ ખોટી સ્ટોરી વહેતી કરાવી હતી. સગીરાએ તેના સાવકા પિતા અને માતા સહિત ત્રણ સામે જે આક્ષેપ કર્યા તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. માતા અને સાવકા પિતાના અત્યાચારનો ભોગ બનેલી સગીરાને નારી સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે