પાવાગઢમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી, પંચમહોત્સવમાં એવું તો શું થયું કે પોલીસ પહોંચી

Kinjal Dave Show : એક તરફ કિંજલ દવે ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ગેલમાં આવેલા દર્શકોએ ખુરશીનું તોડફોડ કર્યુ હતું

પાવાગઢમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી, પંચમહોત્સવમાં એવું તો શું થયું કે પોલીસ પહોંચી

Kinjal Dave Show : પાવાગઢ ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ડખો થયો હોવાનું સામે આવ્યું છે. કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરસીઓ ઊછળી હોવાનું અને તોડફોડ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, કિંજલ દવેના ગીતોથી ઉત્સાહમાં આવેલા પ્રેક્ષકોએ ખુરશીઓ ઉછાળ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી.

શું બન્યુ હતું
હાલ પાવાગઢના ખાતે પંચમહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં અનેક ગાયકોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે ગત રોજ કિંજલ દવેનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતું કિંજલ દવેના કાર્યક્રમમાં તોડફોડની ઘટના બની હતી. એક તરફ કિંજલ દવે ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ગેલમાં આવેલા દર્શકોએ ખુરશીનું તોડફોડ કર્યુ હતું. દર્શકોએ ખુરશીઓ ઉછાળી હતી. જેના બાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. 

આ પણ વાંચો : 

શું છે પંચમહોત્સવ
પંચમહાલ જિલ્લાની ઐતિહાસિક ધરોહર જેમાં જુના અને જાણીતા પંચમહાલના વારસાને દુનિયાના લોકો નિહાળી અને માણી શકે તેમજ પંચમહાલ જિલ્લાના સ્થાનિક લોકોનો વિકાસ થાય તે હેતુથી દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા પંચમહોત્સવ નું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે પંચમહોત્સવનું આયોજન થઈ શક્યું ન હતું પરંતુ આ વર્ષે 25 ડિસેમ્બર 2022 થી 31 ડિસેમ્બર 2022 સુધી સાત દિવસો માટે પંચ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા \"વર્લ્ડ હેરિટેજ સાઇટ\" તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુથી વર્ષ 2015 થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન વડા તળાવ,તા. હાલોલ ખાતે કરવામાં આવે છે.

ચાલુ વર્ષ ૨૦૨૨ માં ૨૫ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પંચમહોત્સવનું ઈ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સાત દિવસ રોજ સાંજે 7 થી લઈને 10 વાગ્યા સુધી દેશભરના પ્રખ્યાત કલાકારો દ્વારા મ્યુઝીકલ લાઈટનું આયોજન કરાયું હતું. તેમજ તેની સાથે સાથે પંચમહાલ જિલ્લાનું પરંપરાગત ખોરાક અને હસ્તકલા લોકો સુધી પહોંચે તે માટે ટેન્ટ બજારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના લોકો સ્ટોલ લગાવીને જુદા જુદા પ્રકારની ફૂડ આઈટમ તેમજ હસ્તકલા લોકો સમક્ષ પ્રદર્શિત કરીને તેનું વેચાણ કરાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news