પુત્રની જીત જોઇ ખુશ થયા PM મોદીના માતા, હીરાબાએ હાથ જોડી કર્યું અભિવાદન

7 તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election Results 2019)નું આજે પરિણામ જાહેર થવાનું છે. ત્યારે સવારે 11 વાગ્યા સુધીમાં દરેક 542 બેઠકનું રૂઝાન (Election Results 2019) આવી ગયું છે. તેમાં ભાજપ+ 341, કોંગ્રેસ+ 83 જ્યારે અન્ય 118 બેઠક પર આગળ છે.

પુત્રની જીત જોઇ ખુશ થયા PM મોદીના માતા, હીરાબાએ હાથ જોડી કર્યું અભિવાદન

ગાંધીનગર: 7 તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election Results 2019)નું આજે પરિણામ જાહેર થવાનું છે. ત્યારે સવારે 11 વાગ્યા સુધીમાં દરેક 542 બેઠકનું રૂઝાન (Election Results 2019) આવી ગયું છે. તેમાં ભાજપ+ 341, કોંગ્રેસ+ 83 જ્યારે અન્ય 118 બેઠક પર આગળ છે. શરૂઆતના રૂઝાનથી જ ભાજપ લીડ કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પાછળ ચાલી રહ્યું છે. ભાજપ લીડ કરતાની સાથે જ કાર્યકર્તા અને ઉમેદવારોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક રાજ્યોની બેઠકના રૂઝાનમાં ભાજપ મોટી લીડ મેળવી રહ્યું છે. ત્યારે પુત્રની જીત જોઇ પીએમ મોદીના માતા હીરાબા ઘણા ખુશ જોવા મળ્યા હતા.

ઘરથી બહાર આવી હીરાબાએ કર્યું લોકોનું અભિવાદન
જો આ રૂઝાન પરિણામમાં ફેરવાઇ જાય તો નક્કી છે કે, ફરી એકવાર દેશમાં NDAની સરકાર બનશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સત્તા ફરી એકવાર સંભાળશે. રૂઝાનથી ખુશ થઇને પીએમ મોદીની માતા હીરાબા ગાંધીનગર સ્થિત તેમના ઘરની બહાર આવ્યા અને તેમણે મતદાતાઓને હાથ જોડી અભિવાદન કર્યું હતું.

— ANI (@ANI) May 23, 2019

વારાણસી બેઠકથી પીએમ મોદી આગળ
વારાણસી બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિરોધી ઉમેદવારથી આગળ ચાલી રહ્યાં છે. સવારે 10:30 વાગ્યા સુધીમાં હિંદીભાષી રાજ્યોની દરેક બેઠકના રૂઝાન સામે આવી ગયા છે. આ દરેક બેઠક પર ભાજપ મોટી લીડ સાથે આગળ છે.

વીવીપેટથી થશે મિલાન
લોકસભા ચૂંટણીમાં પહેલી વખત ઈવીએમના મતોનું સત્યાપન કરવા માટે વીવીપેટની સ્લિપ્સથી મિલાન કરવામાં આવતા ચૂંટણી પરિણામ જાહેર થવામાં થોડો વિલંબ થવાની ચૂંટણી પંચે આશંકા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પ્રત્યેક લોકસભા ક્ષેત્રમાં કોઇ એક વિધાનસભા ક્ષેત્રના કોઇ પાંચ મતદાન કેન્દ્રોના વીવીપેટ મશીનોની સ્લિપ્સનું મિલાન ઇવીએમના મતથી કરવામાં આવશે. આ જવાબદારીનો ઉલ્લેખ કરતાં, એક ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે મોડી સાંજે સુધી પરિણામો મેળવવાની શક્યતા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news