ભાવનગરમાં બોર્ડની પરીક્ષાનું સૌથી મોટા કૌભાંડની શક્યતા, સેંકડો ડમી વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા?

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ ૧૦ ની પરિક્ષામાં ઉમરાળાના એક કેન્દ્રમાંથી ડમી પરિક્ષાર્થી ઝડપાયાના મામલે ઉમરાળા પોલીસે સિહોર તાલુકાના અગિયાળી ગામના ૨ મળી ૩ શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ જગતમાં વધુ એકવાર ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભાવનગરમાં બોર્ડની પરીક્ષાનું સૌથી મોટા કૌભાંડની શક્યતા, સેંકડો ડમી વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા?

ભાવનગર : રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ ૧૦ ની પરિક્ષામાં ઉમરાળાના એક કેન્દ્રમાંથી ડમી પરિક્ષાર્થી ઝડપાયાના મામલે ઉમરાળા પોલીસે સિહોર તાલુકાના અગિયાળી ગામના ૨ મળી ૩ શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ જગતમાં વધુ એકવાર ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગઈ તા ૨૮-૩નાં રોજ ઉમરાળા પોલીસ મથકમાં ડમી વિદ્યાર્થીનો ગુન્હો નોંધાયો હતો. જે મામલે ઉમરાળા પોલીસે તપાસ હાથ ધરી સિહોર તાલુકાના અગિયાળી ગામના ૨ અને દેવગાણાના શખ્સ ને ઝડપી લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જો આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે તો બોગસ રસીદોનું સૌથી મોટું કૌભાંડ હાથ લાગે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માર્ચ માસમાં લેવાયેલ ધોરણ ૧૦ ની પરિક્ષા દરમ્યાન તારીખ ૨૮-૩ના રોજ ઉમરાળાના એક કેન્દ્રમાં જીજ્ઞેશ રમેશભાઈના બદલે હાર્દિક નામનો ડમી પરિક્ષાર્થી ઝડપાયા સંદર્ભનો ઉમરાળા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. દરમ્યાનમાં ઉમરાળા પોલીસે હાથ ધરેલી તપાસમાં ડમી પરિક્ષાર્થી અને ધોરણ ૧૦ ની બોગસ રસીદના મામલે સિહોર તાલુકાના અગિયાળી ગામના મહેન્દ્ર શિવશંકર પંડ્યા અને આશિષ જેરામ લાધવા તેમજ દેવગાણા ગામનો રાજેન્દ્ર રાઘવજી બારૈયા નામના શખ્સની ધરપકડ કરી બોગસ રસીદ તેમજ ડમી પરિક્ષાર્થીના મામલાની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. તપાસ પૂછપરછ દરમિયાન બોગસ રસીદોનું સૌથી મોટું કૌભાંડ હાથ લાગે તેવી શંકાઓ દેખાઈ રહી છે સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે જેની વચ્ચે શિક્ષણ જગતમાં વધુ ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news