પોલીસ આંદોલન યથાવત્ત? જો માંગ સંતોષાય તો જ નહી તો છેલ્લા શ્વાસ સુધી આંદોલન ચાલુ રહેશે
Trending Photos
અમદાવાદઃ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વડા સાથે પોલીસ પરિવાર પોતાની 15 મુદ્દાની માંગ સાથે મળવા માટે પહોંચ્યા હતા. આ તમામ મુદ્દે પોલીસવડાએ પોલીસ પરિવારોને સાંભળ્યા હતા. તે પૈકીનાં 14 મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, DGP નું કહેવું હતું કે, તમારા 15 મુદ્દા પૈકી કેટલાક મુદ્દાઓ એવા છે જે પોલીસ વડા તરીકે હું જ ઉકેલી શકું તેમ છું. આ તમામ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે હું તૈયાર છું. જ્યારે કેટલાક મુદ્દાએવા છે જે સરકારથી જ ઉકલી શકે તેમ છે. આવા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે પોલીસ વડા તરીકે હું તમારી સાથે રહીશ. પરંતુ હાલ પુરતુ આ આંદોલન સમેટી લેવામાં આવે. તહેવારોની સિઝન છે અને તેમ છતા પણ કાલે ગૃહમંત્રી મુલાકાત માટે તૈયાર છે તો તેમની સાથે મુલાકાત કરી સમગ્ર આંદોલનનો સુખદ અંત આવે તેવો પ્રયાસ કરીએ.
જો કે આ તમામ બાબતો વચ્ચે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન યથાવત્ત ચાલી રહ્યું છે. ગ્રેડ પે અને પોલીસ યુનિયન મામલે 5 યુવાનો ઉપવાસ આંદોલન પર યથાવત્ત છે. સરકાર દ્વારા અમારી માંગણીઓ સ્પષ્ટ રીતે સંતોષવામાં નહી આવે ત્યાં સુધી આંદોલન યથાવત્ત જ રહેશે તેમ આંદોલનકારીઓએ જણાવ્યું હતું. સરકારે અમારી સાથે કોઇ વાત નથી કરી, જે વાત કરવી હોય તે આંદોલન સ્થળ પર આવીને અમારી સાથે ચર્ચા કરે. જે લોકોએ આંદોલન મોકુફ કરવાની જાહેરાત કરી છે તે અમારા પ્રતિનિધિ નથી. સરકાર અમારા જે મુદ્દાઓ છે તેના પર વાત કરે તે જ અમારી માંગણી છે તેનાથી વિશેષ અમારી કોઇ જ માંગણી નથી. અમારા હક્કનું સરકાર અમને આપે તેટલું જ અમે માંગીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે